મા જેવી જ વ્હાલી મારી માતૃભાષા ..
અહીં તો હસવું, રડવું, ગુસ્સો,નાટક,નાટક
અરેરે!!
સઘળે સઘળું મધ ઝરતું ..
ગુજરાતીનો આ લટકો..
ગુજ્જુઓને મુબારક.
- જયશ્રી શિયાલવાલા
૨૧/૨/૨૫-
સનમના પગનો સ્પર્શ પામવો
એટલે
હરી ભરી વસંતનો સદૈવ કલશોર..
Jayshree shiyalwala-
વાત્સલ્ય અને પ્રેમ
ચાંદની શીતળતાનો પર્યાય શબ્દ તો નહીં ને..
કદાચ..કદાચ
પ્રેમની પરાકાષ્ઠા
અને
એથી પણ વિશેષ
ચાંદનીમાં તરબતર થવું
એટલે
પ્રેમની અનુભૂતિનો સાક્ષાત્કાર
જયશ્રી શિયાલવાલા
માંડવી
16/10/24
-
વસંત (વિશ્વ કવિતા દિવસ)
નગરના સુમસામ સડક પર ,
મોં ફટ થયું ને ;
વિહરી હું વસંત કાળે .
નિરંતર ઘસાઈ ઘસાઈને નિસ્તેજ રસ્તાઓ,
હરખભેર રંગાયા.
સડક સડક સાથેની વાતમાં દમ ભાસતો આજે .
શોભી રહ્યા હતા, બદન એના પુષ્પના લાવણ્યમાં .
વહ્યો વાયરો કહ્યા વેણ , ને રસ્તા મઘમઘી ઊઠ્યાં .
રસ્તે ઝૂલે બોગનીયા, કેસુડાના કામણ રે,
ત્યાં તો પેલો ગુલમોર નફ્ફટ થઈને નાચ્યો,
દૂર પેલો શીમળો ભીંજાયો સુવર્ણ રંગે,
સઘળા શ્વાસ મારા એક સામટા મહેકી ઊઠ્યાં.
હરખભેર હું ભીંજાઈ .
અરે હા !આજ તો વસંત !
હાં વસંત !
શબ્દો રણક્યા,
અમોઘ એકાંત હસી પડ્યું.
સુરભિત, પુલકિત ,કુસુમિત સવાર,
ફાગુન રંગે રંગાઈ.
આવ ,અલબેલી વસંત આવ ..
મનવાને મન ભરી રંગી દે..
માનવતાના રંગે ભરી દે...
જયશ્રી શિયાલવાલા
માંડવી (કચ્છ)
21/3/24
-
એક કટકો આકાશનો ,
ના પૂરતો મને,
હું તો વિહરુ અનંત આકાશમાં, અંધકારને ઓગાળી
તેજપૂંજ સર્જનાર
હું નારી નહીં કે અબળા.
જિંદગીનું રંગમંચજેમળ્યુંતેવંદનીય
પરંતુ ,
જિંદગીના સાફલ્યને સફળતાપૂર્વક પાર પાડનાર
હું નારી નહીં કે અબળા
મસલ થી મંઝિલ સુધી ની યાત્રા કષ્ટસભર
પરંતુ ,કષ્ટને પીગાળનાર .
હું નારી નહીં કે અબળા.
એજ્યુકેશન થી લઈને એડવેન્ચર, કરિયરથી લઈને કુટનીતિ ,
ગૃહથી ગ્લેમર સુધી ,
વિશ્વને અજવાળતી ,
હું નારી ને કે અબળા.
મોતનો સ્વીકાર કરી નવી જિંદગી સર્જનાર ,
પરમાત્મામાંથી આત્માનું સર્જન કરનાર ,
હું નારી નહીં કે અબળા.
જયશ્રી શિયાલવાલા
માંડવી કચ્છ
તા.8/3/24-
If i start judging nature then i will have no time to love nature
-
સંધ્યાની એકમાત્ર કૂંપણ ફૂટી ન ફૂટી ને...આકાશ વસંત બની થનગની ઊઠ્યું.
-
कुछ शाम हसीन नगमे जैसी होती है। लेकिन उन् नगमे की इबादत कैसे करनी चाहिए ? वोहम नहीं जानते हैं... ।।
-
આથમતા સૂરજનો મઘમઘાટ
અને ઉગતા સૂરજની આભાના કલરવથી સદૈવ મહેકતી રહું...
-
जिंदगी हंसने गाने के लिए है दो पल....
उसे खोना नहीं खोके रोना नहीं....
-