કવિતા લખે છે, રટે છે કવિતા,
કવિતા લખીને રડે છે કવિતા.
કવિને કહો કે ફરિયાદ છે કે,
પળે પળ કવિને સ્મરે છે કવિતા.
કલમ સંગ જીવી લઈને જરા જો,
પઠન બાદ પાછી મરે છે કવિતા.
નકામાં ઉધામા કરીને ફરીથી,
કવન જેમ પાછી ઠરે છે કવિતા.
કમળ છે, બરફ છે, નદી છે, છતાંયે,
મહોબ્બતના રણમાં બળે છે કવિતા.
- 'જય' રાણપુરા-
આંખોની સ્લેટ ભીની છે, પણ પાણી પીવા ચકલી નથી,
હું નવરાશ શોધી લઉં તો ય મારી સાથે રમવા ચકલી નથી.
કાયમ સવારે ઉઠવામાં મોડું થઈ જાય છે મારે,
કે અગાશી એ ચીં-ચીં કરી જગાડવા ચકલી નથી.
આ ખીચડીમાં મીઠાશ નથી એનું પણ કારણ છે,
ચોખા ને મગનો દાણો શોધી લાવવા ચકલી નથી.
પંખામાં આવી ગયેલી ચકલી હજુ પણ યાદ આવે છે,
ઘરમાં હવે એ.સી. નાખ્યું છે પણ ઉડવા ચકલી નથી.
ચાલ, હવે 'જય' કવિતા કરીને ખુશ થઈ જા,
વાર્તાથી આંગણા સુધી આવવા ચકલી નથી.-
वो रोने देगी मुझे बाहों में, रात पराई थोड़ी है,
कह दूँगा कहानी दोहरा के, रात पराई थोड़ी है।
ये दिन है कि उसको चाहिए रोशनी यूँ अनगिनत,
अपनापन है अंधेरे में, ये रात पराई थोड़ी है।
रातभर सोचता हूँ, दिनभर उम्मीद करता हूँ,
टूटने दूँगा फिर शाम में, रात पराई थोड़ी है।
एक तू चांद के जैसी, दे के रोशन पराई हो गई,
एक काजल जैसी गहरी, पर ये रात पराई थोड़ी है।
'जय' लड़ जाता है खुद से कि खुद ही खो ना जाए कहीं,
फिर सिमट जाता है शामों में, ये रात पराई थोड़ी है।-
खो दिया हमने सब, सच बोलते बोलते,
हार गए बाज़ी अब, सच बोलते बोलते।
झूठी दुनिया का दस्तूर समझे अब जाके,
जाना झूठ का सबब, सच बोलते बोलते।
झूठी पसंद का यकीन किया उन्होंने हरदम,
हमारा इश्क़ भी लगा करतब, सच बोलते बोलते।
दिल, दिमाग, ज़मीरने कहा, चलो बेवफ़ा बने,
थक गए है हम सब, सच बोलते बोलते।
झूठ ना निकला तो बस खामोश ही रहेंगे,
जल गए है ये लब, सच बोलते बोलते।
टूटे है, गिरे है, बिखरे है, पर फिर बनेंगे,
पूरी करेंगे 'जय' की तलब, सच बोलते बोलते।-
સવાર આજે કેવી ઊગી, શું કહું તમને?
ગઈ રાત કેમની વીતી, શું કહું તમને?
ખીલતા પહેલા જ કરમાઈ ગઈ એ,
કળી કેવી રીતે ખરી, શું કહું તમને?
બધી ફરિયાદનો હિસાબ લખેલો છે,
પણ ભુલાઈ ક્યાં ગણતરી, શું કહું તમને?
'જય' હતો યુદ્ધમાં, પણ સામે તમને જોયા,
ને મારી તલવાર કેમ તૂટી, શું કહું તમને?-
उसने घर जाते कहा, अलविदा मत कहो,
फिर से मिलने की उम्मीद रखो, अलविदा मत कहो।
कहा था उसने की मैं कभी अलविदा नहीं कहती,
रिश्ते नहीं तोड़ती मैं, अलविदा मत कहो।
अनजाने ही उसने एक अच्छी आदत लगा दी,
अब मैं भी कहने लगा हूँ, अलविदा मत कहो।
वो दूर है फिर भी हमारा रिश्ता कायम है दोस्त,
हमारे दिलों ने हमसे कहा है, अलविदा मत कहो।-
आँखों पे नींद की घनी गहराई छाती है, और तेरी याद आती है,
रात में उस चाँद को तन्हाई सताती है, और तेरी याद आती है।
पलकों से अब टूटे ख्वाबों का बोझ उठाया नहीं जाता,
औंस रातभर चेहरे पे बरसाई जाती है, और तेरी याद आती है।-
राम-सीता
राजा बनने के बदले जब जाना पड़ा बनवास,
मर्म यही है प्रेम का, तन-मन का हो सहवास,
सीखा गया वो विरह कि क्या था उनके पास,
तार संबंध के क्यूँ टूटे जब स्नेह पे हो विश्वास।-
ક્યાંથી વ્યક્ત કરું જે ભાવ મનનો આજ છે,
શબ્દો જ્યાં થઈ રહ્યા મુજથી નારાજ છે.
એ દૂરથી પૂછે, "કેમ છે?", જવાબ દઉં, "મજામાં",
કાશ એ આવીને જોવે કે મારું શહેર તારાજ છે.
એના વિચાર ચાલ્યા કરે મનમાં તો ચાલવા દઉં છું,
બાકી વ્યસ્ત માણસ છું, મારે ય કામ છે, કાજ છે.
દીવાનગીના સિંહાસનથી હવે ઉતરવું છે કિન્તુ,
એનો પ્રેમ માથે ચડયો છે ને પાગલપન તાજ છે.-
आज की सुबह मानो ज़रा सी धीमी पड़ गई,
चाय आज खुद बना के खुद पीनी पड़ गई।
वो अदरक वाली चाय की मिठास बेहद याद आई,
मैंने शक्कर ज़्यादा डाली फिर भी फ़ीकी पड़ गई।-