મારી પ્યારી બહેન…
જિંદગીના શ્વાસ બની સાથે રહે એ બહેન
જીદંગી માં ગમે તે મુશ્કેલી આવી,
અને મદદે આવી પડે તે બહેન,
ભાઈ ને ખાતર વીરાંગના પણ બની જાય તે બહેન
લોકો સાથે લડીને પણ ભાઈનો પક્ષ તરફ
આગળ વધે તે બહેન,
માતા પછી જો કોઈ નું સ્થાન હોય તો તે બહેન
માતા પછી જો કોઈ ભાઈ ને સારી રીતે સમજી શકે તે બહેન
દરિયા જેટલું વિશાળ હૃદય હોય તે બહેન
દુઃખી થતાં ભાઈ ને ખુશ કરવાનો પ્રયત્ન કરે તે બહેન
લાગણી, પ્રેમ અને સન્માન આપે તે બહેન
લોકો સાથે છોડી દે ત્યારે પણ આપણી સાથે રહે તે બહેન
સફળતા મળે કે નિષ્ફળતા બંનેમાં
હંમેશા યોગ્ય માર્ગદર્શન આપે તે બહેન,
લડાઈ પણ કરે અને તેમાં પ્રેમ છૂપાયેલો હોય તે બહેન
જ્યારે બહેન સાથે નથી હોતી ત્યારે
લાગે જીવન માં શ્વાસની ગતિ રુધાંતી હોય,
મારી પ્યારી બહેન.
-