।।રામ।।
ફળ પાકતાં નથી, સમય પાકે છે;
રસ્તો કપાતો નથી, પૈડાં કપાય છે;
જીવ સૂતો નથી, મન સુએ છે;
તેમ આવરદા વધતી નથી, પણ મૃત્યુ નિકટતા વધે છે.
-પદ્મશ્રી દુલા ભાયા કાગ
-
પરિસ્થિતિઓ એક જેવી રહેવા માટે જન્મી નથી.પરિસ્થિતિ સમયને આધીન છે ,અને સમય એક જેવો હોતો નથી.
-રવીન્દ્રનાથ ટાગોર
-
मनोजवम् मारुततुल्यवेगम्
जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम्।
वातात्मजम् वानरयूथमुख्यम्
श्रीरामदूतम् शरणम् प्रपद्ये॥
समस्त अस्तित्व को मंगलमूर्ति,
प्रेममूर्ति सेवामूर्ति
श्री हनुमंत जन्मोत्सव की
हार्दिक बधाई.....-
।।રામ।।
શ્રદ્ધા સહિત રામનામ જપથી જે આનંદ, ઉત્સાહ,હિંમત અને પ્રકાશ વધે છે,તે બીજા કોઈ સાધનથી વધતો નથી.
-પદ્મશ્રી દુલા ભાયા કાગ
-
।।રામ।।
અનુભવ વિનાની અક્કલ અને જાત મહેનત સિવાયની સંપત્તિ
કોઈને સુખ,સંપ અને સંતોષ આપતા નથી.
-પદ્મશ્રી દુલા ભાયા કાગ
-
।।राष्ट्र देवो भवः।।
गायन्ति देवाः किल गीतकानि धन्यास्तु ते भारतभूमिभागे।
स्वर्गापवर्गास्पदमार्गभूते भवन्ति भूयः पुरुषाः सुरत्वात् ॥
देवगण भी यह गान करते हैं कि जिन्होंने भारतवर्ष में
जन्म लिया है, जो कि स्वर्ग और मोक्ष का मार्ग है,
वे पुरुष हम देवताओं से भी अधिक धन्य हैं।
आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं ।
-
।।રામ।।
ભગવાન સર્વ દોષની ક્ષમા કરે છે પણ અભિમાનની ક્ષમા નથી કરતા.અભિમાન કરવા જેવું પણ આપણી પાસે છે પણ શું? આ જગતમાં રાય રંક બને છે ને રંક રાય બને છે તેવા અસંખ્ય દાખલાઓ આપણે જોઈએ છીએ.લાખની રાખ થતાં વાર લાગતી નથી.પછી અભિમાન કેવું?
-પૂજ્ય ડોંગરેજી મહારાજ
-
।।રામ।।
"લોકો રોજ રોજ મર્યા કરે છે તે છતાં પણ બાકી રહેલા લોકો ચિરંજીવી થવાની અભિલાષા રાખે છે અને પોતાને કંઈ નહીં થાય તેવા વહેમમાં રાચે છે, એના કરતા વધારે આશ્ચર્યજનક બીજું શું હોય?"
-યુધિષ્ઠિર
-
।।રામ।।
સુગંધી ફૂલ,ચંદન,સોનુ અને
સજ્જન પર કાયમ જોખમ રહે છે.
-પદ્મશ્રી દુલા ભાયા કાગ
-
।।રામ।।
ગંભીરતા વિનાની લક્ષ્મી, ઉપકાર વિનાનું ડહાપણ અને અધિકાર વિનાનો ઉપદેશ કલેશરૂપ બને છે.
-પદ્મશ્રી દુલા ભાયા કાગ
-