हरपालसिंहजी जाड जांबुडी   (हरपालसिंह जाडेजा जांबुडी)
50 Followers · 27 Following

तलवारबाजी टीम कोटडा-चकार

लेखक, विचारक, संशोधक,अभ्यासु

Govt. Of Gujarat
Joined 22 July 2019


तलवारबाजी टीम कोटडा-चकार

लेखक, विचारक, संशोधक,अभ्यासु

Govt. Of Gujarat
Joined 22 July 2019

शारदीय नवसस्येष्टि पर्व दिपावली नी खूब खूब शुभेच्छाओ ।

-



સ્વાર્થીપણા નો ત્યાગ એ અભયતા નો આવકાર છે..

-



ન્યોછાવર છે જીવન જેનું સંસ્કૃતિ, ધર્મ ને રાષ્ટ્ર કાજ
ગહન,ગાંભીર્ય ને ગુણીયલ, ધીરજવાન ધ્રુવરાજ

-



એક બાજું અસ્ત થતો સુર્ય છે બીજીબાજું ધમધમતો ઔદ્યોગિક એકમ.. દરેક વસ્તુની ચડતી-પડતી નો સમય નક્કી હોય છે. આજની આધુનિકતામાં લિપ્ત થયેલો માનવી થાકશે ત્યારે ફરી કુદરતની સોડ લેવા દોડ મુકશે આવાં ઔદ્યોગિક એકમો નષ્ટ, ધ્વસ્ત થાશે. જેમ આજે ઐતિહાસિક ઈમારતો થઈ છે તેમ ખંડેર થઈ પડ્યાં રહેશે. માનવ શાંતિની શોધમાં જંગલો, ડુંગરો, ખીણ, કોતરો, વન, ઉપવન તરફ ખેંચાશે. નવી સવાર ઉગશે પણ એની પહેલાં એક કાળી, મોટી, અંધારી રાતમાંથી પસાર થાવું પડશે. માનવ કુદરતને સાંચવશે તો કુદરત સૌને સાંચવી લેશે..

-



કાનથી સાંભળવા, સહુને ધ્યાનથી,
સહુના હૃદયમાં રહેવું માનથી

સ્વમાનથી જીવવું, દુર રહી અપમાનથી,
'નામચીન' બનવું તો પોતાના નામથી

-



*મહારાઓશ્રી ખેંગારજી શક ૧૫૫ પ્રારંભ*
(અષાઢ સુદ એકમ એટલે કચ્છી ખેંગાર સંવત ૧૫૫ નો પ્રારંભ)

કચ્છ એ ભૌગોલિક,સાંસ્કૃતિક તથા ભાષા-બોલી એમ બધીજ રીતે અન્ય પ્રદેશ થી અલગ પડે છે ભાષા,પ્રદેશ ને ચલણ અન્યો થી અલગ હતુ પંરતુ કચ્છી *મહારાઓશ્રી ખેંગારજી સંવત* પણ સ્થાનિક લોકો ના પ્રચલન મા હતી અને લોકલ ટાઇમ એટલે કે સ્થાનિક 'સમય' પણ અન્ય થી જુદો હતો..

*મહારાઓશ્રી ખેંગારજી શક* એ સમયે સ્થાનિક કચ્છી લોકો ઉપયોગમાં લેતા હતા અને તે સમયે આ સંવત પ્રચલિત હતી..
આ સંવતની શરૂઆત વિક્રમ સંવત ૧૯૨૩ ના અષાઢ વદ એકમથી *કચ્છાધિપતિ મહારાજાધિરાજ મિર્ઝામહારાઓશ્રી૭ ખેંગારજી* ના જન્મ વર્ષ થી થઇ હતી. આ સંવત કચ્છી અષાઢી પંચાગ મા લખાય છે..
પ્રથમ અષાઢી પંચાગ ના કર્તા *પં°લક્ષ્મીશંકર જગજીવન* અને *સંચાલન કરનાર *શાસ્ત્રી પ્રભાશંકર જયશંકર* હતા..
આ પંચાગ સં.૧૯૬૦ વિક્રમી તદાનુસાર સને ૧૯૦૩ માં પ્રસિદ્ધ થયુ હતુ..

અત્યારે *ખેંગારજી શક-૧૫૪* પ્રવર્તે છે જે અષાઢ સુદ એકમથી ૧૫૫મું વર્ષ પ્રારંભ થશે..

-



રાષ્ટ્ર, ધર્મ નું રક્ષણ કરનારને, હવે વધારે ન સતાવીએ
કાળની ગર્તામાં વિલીન થતાં, ઈતિહાસ ને બચાવીએ

-



પરિસ્થિતિ નો સામનો કરવામાંથી જ પરિપક્વતા આવે છે, પરિસ્થિતિઓની અનુકૂળતા-પ્રતિકુળતાનું જ બીજુ નામ સત્ય છે, અને પરિસ્થિતિ દર વખતે એક સરખી નથી હોતી..

-



નિષ્ફળતા ને મહેનત થી પરાસ્ત કરી શકાય છે, એટલે પ્રતિકુળ પરિસ્થિતિમાં અટલ,આરુઢ અને તટસ્થ રહીને પ્રતિકાર કરનાર હમેશા વિજયી બને છે. આવી પરિસ્થિતિમાં સંકિર્ણ કે પલાયન થવા કરતાં પુરા સામર્થ્ય અને શક્તિથી એનો સામનો કરવામાં જ શૌર્ય છે..

-



જ્યારે આપણે મૂર્તિમંત શ્રદ્ધાભક્તિ નો સ્પર્શ થાય છે ત્યારે તેનું શાબ્દિક વર્ણન આપણે કરી શકતા નથી.. ફક્ત અનુભવી શકીએ છીએ.. જાણવા અને જીવવાનો ભેદ જ્યારે ખતમ થાય છે ત્યારે જ વ્યક્તિ ઈશ્વરીય ભાવો પામે છે.. માનસિક ગુલામી ત્યજી અને તટસ્થ ભાવે જે કાર્ય કરવામાં આવે છે તેનું સાત્વિક ફળ અંતર ને આનંદિત કરે છે આત્માએ જે ક્યારેય ન અનુભવેલ હોય એવા ભાવો સાથે તેનું મિલન કરાવે છે એમ અનૂભવે જાણવા મળે છે..

સીજુ મેઘબાઈ શીવજી (ફુલાય) ના ઘરે ચાય પીતા સમયે એક મધુર ચિત્ર સાથે..

-


Fetching हरपालसिंहजी जाड जांबुडी Quotes