27 NOV 2020 AT 16:24

સવારે પાંચ વાગ્યે ઉઠીને ,
બધા ના સમય જે સાચવે,
તેને કેમ કરીને "કંઈ ના સમજાય?"

જે બાળકો ને જન્મ આપવા માટે,
પોતાના કેરિયરને છોડે,
તેને કેમ કરીને "કંઈ ના સમજાય?"

જે ઘરના લોકો ની ખુશી માટે,
પોતાના શોખને ભૂલે,
તેને કેમ કરીને "કંઈ ના સમજાય?"

પતિ ની લાંબી આયુ માટે,
જે નિરજલા ઉપવાસ રાખે,
તેને કેમ કરીને "કંઈ ના સમજાય?"

સાહેબ, જયાં સુધી આ"કંઈ ના સમજાય", છે ને ત્યાં સુધી જ 'ઘર' 'ઘર' છે,
જે દિવસ થી 'સમજાતું' થઇ જાય ને તે, દિવસ થી ઘર મકાન બની જાય.
હેમાંગી

-