11 JUL 2020 AT 7:17

સંબંધો ના માયાજાળ માં
સંબંધોને જોડાતા જોયા છે
તો સંબંધોને તૂટતા જોયા છે

વિશ્વાસની ડોરી થી જુલતા જોયા છે
તો અવિશ્વાસ ના પવન માં ફંગોળાતા જોયા છે

કોઇના નજીક રહેવાથી
સંબંધો માં મીઠાસ ભરેલી છે
તો કોઇના દૂર જવાથી
સંબંધો માં નિરાશા વ્યાપેલી છે

સંબંધોના તાનાવાના ઉકેલાતા જોયા છે
તો ક્યારેક ઉલઝનનું કોકડું વીંટાતુ જોયું છે
હેમાંગી

-