શૂન્યમાં થી સર્જન.
એક કોરી ચોપડી જેવું હતું આ મારું જીવન,
નવા નવા અનુભવે ભરાતું ગયું આ ચોપડીના પાના જેવું જીવન.
ધીમે ધીમે નીતનવું શીખતાં ગયા,
આ જિંદગી ના પથ પર આગળ વધતાં ગયા.
ચાલ્યા હતા આ પથ પર જયારે એકલા,
હવે તો કાફલા ની આગેવાની કરતા થયા.
જયારે ફેરવી આ દ્રષ્ટિ ભૂતકાળ પર,
ત્યારે થયું કે ખૂદ શૂન્યમાં થી સર્જન થતા ગયા.
હેમાંગી-
21 JUN 2020 AT 7:25