9 JUL 2020 AT 7:44

મેં જોઈ છે એ બે આંખો ને
કયારેક તને જોતી
કયારેક તને શોધતી
મેં જોઈ છે ___
તેમાં છલકાતા હજાર સપનાઓ ને
કયારેક પૂરા થતા,તો ક્યારેક અધૂરા રહેતા
મેં જોઈ છે ____
હજારો સવાલ પૂછતી એ આંખો
ખૂદથી જ તેના જવાબ શોધતી આંખો
મેં જોઈ છે ___
કયારેક ઉર્જા થી ભરેલી લાગતી આંખો
કયારેક નિરાશાના વાદળો માં ભટકતી આંખો
મેં જોઈ છે ____
હેમાંગી

-