16 JUL 2020 AT 16:58

મૌન એક ગાથા છે
મૌન એક વાચા છે
ના કહેલી અગણિત કહાનીઓ ની
મૌન એક શબ્દાવલી છે

મૌન માં સુકુન છે
તો મૌન માં ઉદ્વેગ છે
હર એક વ્યક્તિ નું પોતાની જાત સાથેનું તે યુધ્ધ છે

ના કહેલા ધણા શબ્દો મૌન થી કહેવાય છે
ના આપેલા ધણા ધાવ બી મૌન થી દેવાય છે
મૌન એક રાગ છે
તો મૌન એક વૈરાગ્ય છે

ના સમજાતા હજારો સવાલો નો દરિયો મૌન છે
તો કયારેક ઠહેરાતા વિચારો નો કિનારો મૌન છે
હેમાંગી

-