હું
કોણ છું હું?
શોધું છું મુજને
કયારેક રાત્રી ના અંધકાર માં,
તો કયારેક દિવસનાં પડછાયા માં,
શોધતી મુજને,
પોતાનાઓ ની લાગણીઓ માં,
માન માં, સન્માન માં,
શોધતી મુજને,
દિકરી ના હાસ્ય માં, તેના નિર્દોષ પ્રેમ માં,
તોફાનો માં, રૂદન માં,
શોધતી મુજને,
દરેક ની ઈચ્છાઓ માં, વ્યવહારમાં,
શબ્દોમાં, ફરજો માં,
શોધતી મુજને,
હારી થાકી ,અહીં તહીં ભટકતી,
સ્વપનાઓ માં રાચતી
શોધતી મુજને,
દિલનાં ખૂણામાં, ઉંડાણ માં,
નાના અમથા ખૂણામાં, લપાઈ ને બેઠેલી,
મળી ગઇ "હું" મુજને.
હેમાંગી-
17 FEB 2021 AT 15:37