9 AUG 2020 AT 8:03

હું,
કોણ છું હું?
શોધુ છું મુજને

કયારેક રાત્રિ ના અંધકારમાં
તો કયારેક દિવસના પડછાયામાં શોધતી મુજને

પોતાનાઓની લાગણી માં
માનમાં,સન્માન માં શોધતી મુજને

બાળકોના હાસ્ય માં,તેમના નિર્દોષ પ્રેમમાં
તોફાનોમાં,તેમના રુદન માં શોધતી મુજને

દરેક ની ઈચ્છાઓમાં,વ્યવહારમાં
શબ્દોમાં,ફરજો માં શોધતી મુજને

હારી થાકી,અહીં તહીં ભટકતી
સ્વપ્નાઓમાં રાચતી શોધતી મુજને

દિલના ખુણામાં,ઉંડાણમાં એક નાના અમથા
ખૂણામાં લપાઇને બેઠેલી મળી ગઈ 'હું' મુજને
સુપ્રભાત
હેમાંગી

-