એક તુ અને એક હું
સામ સામા નદી ના કિનારા જેવા,
એક બીજાના હોવા છતા કયારેય ના મળી શકતા
એક તુ અને એક હું
સપનાનું મેઘધનુષ આંખમાં સજાવતા,
દુનિયાદારી ની સમજ થી પર પોતાની સમજ પર જીવતા
એક તુ અને એક હું
નાના નાના સપનાઓ ના મહેલ બનાવતા,
જાગતી આંખે સુંદર સપના જોતા,
એક તુ અને એક હું
હેમાંગી-
30 SEP 2020 AT 14:50