એક ગુલાબી સંધ્યા,
ઠંડી હવા નું લહેરાવવુ,
તારા સુંદર કાળા કેશ નું મંદ મંદ મહેકાવવુ,
તારા ગાલ પર લટકતી એ એક લટને ચુમવુ,
અધીરી એ નજરો નું દરવાજે તાકવુ,
શાંત વાતાવરણ માં એ દરવાજા નું બોલવું,
અને એ ધડકતા દિલનું ઔર જોરથી ધબકવુ,
બેબાકળી બનતી એ નજરો નું કોઈ ને શોધવું.
આવું જ થતું હતું "પહેલાં ની" 'એ' સાંજે,
હવે, એ બધું કયાં જતું રહ્યું?
યાદ છે તને!
હેમાંગી-
7 DEC 2020 AT 22:53