# ડાયરી..!! ડિયર જિંદગી..
ડાયરી...
એકલતાનો સથવારો છે. રોજ ઉગીને આથમતી સંતૃપ્ત લાગણીનો વિસામો છે. ખુશી કે ગમ આંસુ તો નિશ્ચિત સ્વરૂપે હોય જ.
એક સમય હોય છે ડાયરી લખવાનો. અંતરમાં ઉઠતી અનંત ઊર્મિઓ ડાયરીના શુષ્ક પન્ના પર ઠરીને કાગળને જીવંત કરે છે.! એ સ્વર્ણિમ અક્ષરોનાં મીઠાં ઘાવથી કાગળેય ધબકતો હશે. એટલે જ સ્પર્શ થતાં જ હૈયે મીઠું સંવેદન અનુભવાય છે..
એ મને હંમેશા કહેતી, "તું ડાયરી લખે છે ને.? એમાં મારો ક્યાંય ઉલ્લેખ છે.? શું લખ્યું છે મારાં વિશે.? મને જ નહીં કહે.?"
"હું જો આવું કંઈક લખું ને તો સૌથી પહેલાં તારું જ નામ લખું, એ પણ બોલ્ડ.! તું મારાં જીવનમાં હાઇલાઇટ થવો જોઈએ.."
એ બિલકુલ સાચી હતી. સૌથી પહેલાં મારું નામ લખ્યું હતું, ભૂંસાયો પણ સૌથી પહેલાં જ..!! કાળક્રમે હાઈલાઈટમાંથી અન્ડરલાઈન થઈ ગયો..
તમે સાચા છો..ડાયરી લખવી જ જોઈએ..ખ્યાલ તો આવે કોણ અંગત છે..!!- Harshad Patel "સોક્રેટીસ
31 JUL 2021 AT 19:10