તારી વાતો મારા અંગત પાને નોંધી છે
તારા હાથની છાપ પાને પાને નોંધી છે
જ્યારે જ્યારે તું આવતી મને મળવા
તે રાહ જોયાની નોંધ આંખે નોંધી છે
મળ્યો મને તારો સ્પર્શ જ્યારે જ્યારે
એ સ્પર્શની નોંધ મારા હાથે નોંધી છે
વાત તે જે કહી હતી ધીરે થી કાનમાં
એ દરેક શબ્દોની નોંધ કાને નોંધી છે
આજે પણ મને યાદ છે તારું એ રૂઠવું
તારા રીસામણાની નોંધ 'હાર્દે' નોંધી છે
તારી વાતો અંગત ડાયરીએ નોંધી છે
તારી મુલાકાતો મેં પાને પાને નોંધી છે
-
આ આંખોમાં ડૂબવા તારી
હાથ પકડી બેસવું હોય છે
તારા વાળોની મહેકતી અદા
હંમેશ તેનાથી રમવું હોય છે
અવાજનો એ મીઠો રણકાર
તારું ગીત સાંભળવું હોય છે
સંગીત તારી યાદોનું આહ્લાદક
તારી યાદમાં આવવું હોય છે
કરે છે ગુસ્સો તું જ્યારે જ્યારે
ત્યારે મન ભરી ચૂમવું હોય છે
બહુ હોય ખુશ ખુશાલ જ્યારે
ત્યારે બાથમાં મળવું હોય છે
થાય જો પ્રણયમાં મિલન
તો ધોધમાર વરસવું હોય છે
જ્યારે કરે છે દૂર ત્યારે હાર્દિક
હૃદય ધબકાર ચૂકતું હોય છે-
આવીને જો કોઈ પૂછે, કેવું ગુજરાત ?
જવાબ શું સંભળાવા મળે, કેવું ગુજરાત ?
ભાષા એક લહેકા અનેક એવું ગુજરાત,
મળતાવડા જ્યાના જન એવું ગુજરાત.
અહી મીઠા મધુર વચન ઉવાચક નાર,
આપે છે શુર રણબંકા નર તેવું ગુજરાત.
જ્યાં નાણાં નહિ પણ માણાના મોલ,
પાણી નહિ વાણીનો મોલ એવું ગુજરાત.
દુઃખમાં પણ જ્યાં જોવા મળે સુખ,
અડધામાં પણ ઉત્સવ કરે એવું ગુજરાત.
જેના જન વસે વસુધાના ખૂણે ખૂણે,
જાતિ નહિ મહાજાતિ એવું ગુજરાત.-
મને ગમે છે બોલી ગુજરાતી, તેથી
મારી વાત મે ગુજરાતી રાખી છે.
હજી પણ વિદેશી વાયરા વચ્ચે
મારી જાત મે ગુજરાતી રાખી છે.
ગમે છે મને મારી માતૃભાષા
મારી ભાષ મે ગુજરાતી રાખી છે
ફાંકડા અંગ્રેજીની આ દુનિયામાં
મારી વાત મે ગુજરાતી રાખી છે
અનેક વૈખરી છે આ વિશ્વમાં , તેમાં
અદકી ભાષ મે ગુજરાતી રાખી છે
હું બોલું,જોઉં,જાણું,માંણું ગુજરાતી
તેથી મારી જાત મે ગુજરાતી રાખી છે-
મને ગમે છે બોલી ગુજરાતી, તેથી
મારી વાત મે ગુજરાતી રાખી છે
હજી પણ વિદેશી વાયરા વચ્ચે
મારી જાત મે ગુજરાતી રાખી છે
ગમે છે મને મારી માતૃભાષા
મારી ભાષ મે ગુજરાતી રાખી છે
ફાંકડા અંગ્રેજીની આ દુનિયામાં
મારી વાત મે ગુજરાતી રાખી છે
અનેક વૈખરી છે આ વિશ્વમાં , તેમાં
અદકી ભાષ મે ગુજરાતી રાખી છે
હું બોલું,જોઉં,જાણું,માંણું ગુજરાતી
તેથી મારી જાત મે ગુજરાતી રાખી છે
-
જિંદગીનો અંતિમ રસ્તો છે બસ સ્મશાન સુધી
કેટલી વાર મરવું પડે છે પોહચવા સ્મશાન સુધી-
તુ છે એટલે
તુ છે એટલે જીવન, જીવવા જેવું લાગે,
નહિ તો જીવન બસ, સૂનકાર જેવુ લાગે.
આંખો મારી ખુલ્લે ત્યારે, ચેહરો તારો દેખાય,
આંખો બંધ થતા સ્વપ્ન, તે મીઠું કેવું લાગે.
હોળીના લાલ ગુલાબી, રંગોનું મારે શું કામ,
તારા સિવાય બીજે ક્યાં, રંગાવા જેવું લાગે.
તુ હાથ પકડી ચાલે, તો પગલા વસંતના,
નહિતર જીવનમાં , દુષ્કાળ જેવું લાગે.
તારું જીવન છે રંગીન, મારું સાવ સફેદ,
છતાં મને તારા રંગે, રંગવા જેવું લાગે.-