Gor Dimpal M   (શ્રી)
141 Followers · 68 Following

Joined 5 November 2020


Joined 5 November 2020
22 JUN AT 23:33

માગું એવું શું હું સખા?
જે ચાહું આ જગમાં.
તારા પાસે તો ફ્કત,છે
સ્મરણો જુદા થવાના!
જય શ્રી કૃષ્ણ

-


7 JUN AT 6:21

બધું જ સારું થઈ જશે!
આ એક સકારાત્મક વિચાર
જીવનની નવી કેડી કંડારવા
આપણે શક્તિ અપાવે છે.

જય શ્રી કૃષ્ણ

-


2 JUN AT 11:19

શબ્દોની પણ મર્યાદાઓ હશે,
એટલે જ મૌન રહી ને
રિસાઈ જવું એક અંદાજ હશે!

જય શ્રી કૃષ્ણ

-


20 MAY AT 15:19

અંધકારના પટ પર
એક અજવાસ પથરાયું
જો પેલા વાદળ પાછળ
એક સપનું અથડાયું.

જય શ્રી કૃષ્ણ

-


19 MAY AT 11:42

કુરુક્ષેત્રના રણમાં
ગીતા કહેવી!
એટલે
માધવ
માન - અપમાનના
દ્વંદ્વ વચ્ચે
ધર્મનો મારગ
બતાવવું.
જય શ્રી કૃષ્ણ






-


17 MAY AT 16:22

પ્રેમ અને પરીક્ષા
બંને સરખા છે
માધવ!
ફક્ત અનુભવાય છે
કોઈની પાસે કહેવાતી
નથી.
જય શ્રી કૃષ્ણ

-


16 MAY AT 11:26

અજવાસની પેલે પાર
અંધકાર રહેલું છે,
પણ એ જ આપણે
ચાલતાં શીખવે છે.

જય શ્રી કૃષ્ણ

-


9 MAY AT 22:06

मिलन हे अधूरा,पर विश्वास हे पूरा।

जय श्री कृष्ण

-


25 APR AT 10:12

કોણ આવે છે યાદ એ તો પૂછી લીધું!
પણ દિલમાં મારા નામનું રટણ કરી લીધું.

કેવી છે આ કશ્મકશ દિલમાં કેમ કહું!
નજર સામે છો છતાં બંધ આંખે જોવું.

ભીની આંખે સળવળે પડછાયો આછો!
ને હસતાં ચહેરે કહેવાઈ ગયું આવજો.

શાંત કરવા પડયા એ બધાં જ દર્દ હવે!
વરસી રહ્યું વાદળ વગર વરસાદ બધે .
જય શ્રી કૃષ્ણ

-


21 APR AT 18:14

છે શીતળતા ચંદ્ર નો કે તારા સહવાસ નો!
આમ વરસતી ચાંદની નો હશે કો કારણ?
પૂછી લઉ તુજને કે જીવી લઉ આ ક્ષણ!
આ વાદળથી કોણ વરસી રહ્યું ખાલીખમ?
નથી આ કોઈ સ્વપ્ન મારું એ જ હું જાણું!
પ્રેમની પરિભાષામાં શબ્દો શાને રહ્યાં મૌન?
જય શ્રી કૃષ્ણ

-


Fetching Gor Dimpal M Quotes