સહસા...ખુલ્લી બારી
માંથી આવતો પવન..હવાની...
લહેરખી લાવી...
તારા કાળા...ખુલ્લા..
વાળ ને સહેલાવી..
એક લટ ને ગાલ...
આગળ ધરી...
ગોરા મુખ ને...
વધુ ખીલવવા..
આજ ચાંદ...
પણ જાણે પૂર્ણ
ખીલી...આછા અજવાળા...
માં તારા રૂપ ને
વધુ ખીલવતો.
મારા સુધી
દોરી ગયો ને
મને ઉથડવા મથતી તું..
ભીના વાળ ની વાંછટ
થી જગાવતી..પણ...
અગાઢ નિંદ્રા માં હું
ખ્વાબ સમજી ઘોરતો
હતો..ને હકીકત એ.
કે ખ્વાબ નહિ હકીકત હતી..
©ગીતા એમ ખૂંટી-
20 FEB 2020 AT 14:55