કયારેક એવું પણ થાય છે
હોઉં અહીં,મારી આસપાસ ગોકુળ વસી જાય છે
મન મથુરા ની ગલીઓમાં આજ પણ તને શોધે છે
ઓ કાન્હા તારા વિના જીવતર ક્યાં પૂરું જીવાય છે
અહીં તહી ભટકતો હતો તુજ ને પામવાને કાજ
બસ નાચ નાચું છું આ દુનિયાની ભવાઈ માં ,તુજ માં જ મારી દુનિયા સમાઈ છે
©ગીતા એમ ખૂંટી-
19 APR 2020 AT 23:41