4 MAR 2020 AT 11:41

કોઈ દીવાલ ના ગોખલે કોઈ પથ્થર નીચે દાબી રાખી છે
આ હૈયા ની કોઈ જૂની વાત ને આમજ પંપાળી રાખી છે
રોજ સાંજ સવાર યાદો ના ખજાના ને ખોલું છું
પછી હળવેક થી વાંસી કમાડ ચાવી દાટી રાખું છું
કોઈ સજીવન ચિત્ર જ્યારે થાય માનસ પટ પર
સ્પર્શી જરા અમથું પછી હાથે થી જ વિખી નાખું છું
હું તારી યાદો ને આમજ ધરબી રાખું છું
©ગીતા એમ ખૂંટી

-