કેટલાય કાગળ ભરી ને કોરા કર્યા છે
વરસતા વરસાદ ને બેચાર ફોરા ધર્યા છે
ચુકી જાવાય છે ક્યારેક તારી રાહ જોવાનું
કેમ કહું આ આંખે પણ કેટલાય વરજોરા કર્યા છે
ખોબલે ખોબલે ભરતા રહ્યા છે તુજને કહી મુજમાં
આ ઝરણાં સમ પ્યાસ લઈ ને સાગર તને કરતા રહ્યા છે
વહી આવવું તુજ તરફ એ મારી નસીબ ની ગતિ રહી
સામા મળી દ્વાર પર આપે અમસ્તા મુખ ફેરવ્યા કર્યા છે
©ગીતા એમ ખૂંટી-
30 MAY 2020 AT 16:55