24 DEC 2019 AT 10:55




કેટલાય જતન કરી જેનો ઉછેર કર્યો
લો ઘરડે ઘડપણ એ છોકરાવે માવતર નો પણ ભાગ કર્યો
ઘરડા ઘર ની કોઈ એક ખાટલીયે સુતા હતા માવતર
શુ કરીયે હવે આ ઉંમરે જ્યારે પોતાના પેટે જ અવડો વ્યવહાર કરીયો
એક એક દહાડા વેતરું કરી કરીને જેના માટે ઉભો સંસાર કર્યોં
એ પોતાના જણેલાએ ક્યાં માવતર પર ઉપકાર કર્યો
આંખ થી દડતા આંશુ માં પણ દીકરાની ફિકર છે
એ અસહાય માવતર ની હવે ક્યાં કોઈ ને કદર છે
ના છોડશો મને આમ આ ઉંમરે કોઈ ના સહારે
દીકરા મારે તારા સિવાય ક્યાં બીજા ની જરૂર છે
બસ થોડી હૂંફ ને થોડી જગ્યા એ ઘર માં માંગુ છું
દીકરા હવે હું ક્યાં જાજુ જીવવવા માંગુ છું
બસ લઈ જા મને આપણે ઘર એકવાર
મીંચી જાઉં પછી હું આંખો પછી ભલે ને આવે યમરાજ
©ગીતા એમ ખૂંટી

-