કાસ ભીંત પર કોતરેલું કોઈ નામ તને બતાવી શકુ
દિલ ને નીચોવી ભાવ નું એક ટીપું મોકલાવી શકુ
આમ તો સૂકું રણ જ હતું મારી આસપાસ વિસ્તરેલું
એકાદ કૂંપણ છોડ ની ,તારા શહવાસ માં ઉગાડી શકુ
પીડા ના એ સમય ને કદાચ જો સાચવ્યો હોત તો
એમાં થી વહેતા રુધિર ના છાંટા તને જો બતાવી શકુ
એ રાત કેટલી ભયાનક હતી તારા વિરહ કેરી ,શુ કહું
પડખે રહેલા ઓશિકા માં સુકાયેલા આસું ની ધાર ફરી વહાવી શકુ
©ગીતા એમ ખૂંટી-
19 MAY 2020 AT 17:14