એના પગરવ ના પડઘા ની ચર્ચા થઈ
ને અમારા મન ના શોર નું કશુ નઈ
એના મલકાટ માં મન મુકાયું અદ્રશ્ય ને
અમારી ગમતી તસ્વીર નું કશુ જ નઈ
એના નેણ ના ઉલાળે દિલ ધડકી ગયું ને
ખાલી શોર માં વ્યાપ્ત શૂન્યાવકાશ નું કશુ નઈ
કહાની નો કિસ્સો બનવાની ચાહ હતી મારી
પણ નાનકડા કિરદાર ની અવગણના નું કશુ નહિ
એક ભર્યા ભાદરવે વરસી જોને આંખડી
ખાબોચિયા ની સામે આ સરિતા નું કશુ નઈ
©ગીતા એમ ખૂંટી-
26 MAY 2020 AT 14:51