એમ તો કેટલોય સમય દરિયા કિનારે વિતાવી જોયો
આમ જ મારા હર સ્વાસ ને એના મોજા ની સાથે સરખાવી જોયો
બહાર થી ઘૂઘવતો રહેતો હું સતત
ને અંદર થી શાંત ખુદ ને બનતા જોયો
ક્યારેક અચાનક જ વરસી પડે છે આ નયન
પાછળ ડોકિયું કરતા કોઈ પડછાયા ને હકીકત બનતા જોયો
શૂન્ય બની હું નવા સર્જન કરવા હાથ ઉપાડતો હતો
ત્યાંજ એક પડછાયા ને મુજ માં ભડતો જોયો
મને સમજ માં નથી આવતું ક્યારેક ખોલી નાખું આ બંધ દ્વાર ને...
અચાનક કોઈ દરવાજે કમાડ ભીડતો એક સ્પર્શ જોયો
બોલવું છે ઘણું ને શબ્દો ની ખોટ પડી આજ
અહીં ચાંદ ને પણ અમાસે ચાંદની માટે તરસ્તો જોયો
©ગીતા એમ ખૂંટી-
4 JAN 2020 AT 11:03