20 MAR 2020 AT 12:40




આંખો માં શરમના શેરડા ને દિલ માં વ્યથા રાખું છું
જો પાપણ માં છુપાવેલી અશ્રુ ની થોડીક કથા રાખું છું
હસતા આ ચહેરા માં ભાવ ઘણા ગુલાબી મળશે તને
અંતરમાં તારી જીવંત યાદો ના થોડા ધબકાર રાખું છું
હવે શૂન્યતા વ્યાપી ગઈ છે મુજમાં આમ જ અવિરત
તૂટેલા સબંધ ને જોડવાની હવે ક્યાં અપેક્ષા રાખું છું
નથી આસપાસ મારી છતાં મુજમાજ કહી તું વ્યાપ્ત છે
આવકારવા આજ પણ બારી ને દરવાજા ખુલ્લા રાખું છું
મીંચાઈ જાય ના આંખ મારી તારા આગમન પહેલા
એટલે જ ઈશ્વર ના દરબાર માં થોડી અરજ રાખું છું
©ગીતા એમ ખૂંટી

-