29 FEB 2020 AT 17:06

આંગણા માં ગાર કરવા માટી ભેગી કરી
પગની ઝાંઝરી ને ઉતારી પેઢા પર મૂકી
માટી માં થોડું પાણી નાખ્યું,ને થોડીક ઘવાર ની ભૂકી
પછી હાથ થી છાણ ભેગું કરી સરસ ગાર લીપવા
પગ ની ઠેસ લેતી જાય,ગામડાની ગોરી ગારો ખૂંદતી જાય
ગોરા ગોરા હાથ માં લઇ માટી નો પીંડો એક
હળવે હાથે પાણી થી રેલાવતી જાય
ને ગાર ને આગળ વધારતી જાય
દીવાલો માં ગાર કરી સફેદ પોત કરતી જાય
જીના જીના ચિતર પાડતી જાય
ટોડલે મોર દોરતી જાય આ રૂપાળા હાથ વાળી ઘરને આમ મઢતી જાય

©ગીતા એમ ખૂંટી

-