5 JAN 2020 AT 22:29

આમ સ્મરણ માં આપ ક્યાં રહો છો
આપ તો મારા હર શ્વાસ માં રહો છો
અકારણ શરમાઈ જાવ છું હું તારી યાદો ને વાગોળી ને
બસ નિત નવા વિચારો થી મુજ માં આપ જીવંત રહો છો
કાંઈ કેટલી ,સઘળી પૂંજી મેં ભેગી કરી છે યાદો ની
આમ સ્મરણ તારું કહી ગયું,મારા થી વધુ મુજ માં રહો છો
એક સાંજ,એક દરિયો ને એજ તારું ગમતું સ્મરણ
બસ પૂરતું છે મને જીવવા માટે,હર સ્મરણ માં આટલું જો કહો તો!
©ગીતા એમ ખૂંટી

-