28 FEB 2020 AT 14:05



આજ ગાર અને માટી
ના મકાનો નથી
પણ સિમેન્ટ ની
દીવાલો બની
છતાં ગામડા માં
ક્યાંક હજુ પણ
જીવે છે માનવતા
ની લાગણી
જ્યા તાસરિયે ભર્યા
દૂધ ની રમઝટ
ને રોટલમાં
માખણ નો પીંડો
હોઈ...ભભરાવેલ
એક મરચું તાજું
ને ઉપર લસણ ની
ચટણી હોઈ
જ્યા તાજી છાસ
ને તાજા સાક ની રસોઈ
હોઈ આજ પણ
આ ગામડે ઊંચી
મેડીમાં પણ
દિલમાં દાતારી હોઈ
©ગીતા એમ ખૂંટી

-