આજ ચાંદ ફરી ન ઉગ્યો આકાશે
ફરી પૂનમ ની રાત મારી અંધારી થઈ
વાટ જોવા બારણાં ખુલ્લા હતા ઘર તણા
ખુલ્લી એક બારી,આશા ને ઠગારી કરી ગઈ
બાદશાહી ની રમત માં એકકાની ખામી હતી
ક્યાં રમતમાં હું જીત્યો,ને તું પણ હારી ગઈ!
કાપવો પડશે દિવસ હવે ,અજવાળી રાત ની આસ માં
કે કોઈ લહેરખી હવા ની ઘાવ ને બળતો કરી ગઈ..
©ગીતા એમ ખૂંટી-
25 FEB 2020 AT 14:52