આ તો કેવું....
મધદરિયે પણ કિનારા જેવું...
આમ તો પૂરું આકાશ છે મારી મુઠ્ઠી માં
છતાં પણ કોરા હાથ માં છે ક્યાં લકીર જેવું!
સમણા ને પેલેપાર પણ એક દુનિયા છે
લો મળીજાય ધરતી ગગન ,ક્યાં છે ક્ષિતિજ જેવું!
આજ આ રળિયામણા પ્રસંગ માં અનોખી ભાત કાંઈક
બોલ....છે કોઈ અહીં મારા જેવું?
જીવન અનોખી ભાત જેવું
હર પ્રભાતે નવલી રાત જેવું
મળશે કોઈ ગગન ને ચાંદ નો સહવાસ
ખામીઓ માં પણ કાંઈક છે આજ ઉજાસ જેવું
©ગીતા એમ ખૂંટી-
26 JUN 2020 AT 8:29