14 APR 2021 AT 23:29

તારી મારી અધૂરી પ્રેમ કહાની લાવી.
આજે મને એકવાર ફરી તારી યાદ આવી.
અજાણ્યા સવાલ કરતા તારા નામની ફરિયાદ આવી.
ન મળતા આજે તને મળવાની વાત આવી.
લગ્નના સવાલ પૂછતાં જ તારા જવાબની યાદ લાવી.
પ્રેમની વાત આવતા મુલાકાત માટેની અરજી લાવી.
ન મળ્યા ક્યારે પણ હું ને તું તે સમયની તાજી યાદ લાવી.
તારી ને મારી અધૂરી પ્રેમની કહાનીની સાદગી લાવી.
પ્રેમમાં તરબોરતી લાગણીની ભીનાશ લાવી.
ગાયત્રીને સજની કહેનારની આજે ફરી યાદ લાવી.
બસ તું ખુશ રહે એ દુઆની નવી કહાની લાવી.

- Gayatri Patel 🖋️GP🖋️