સમજી જાય તો પણ મારે સમજવું નહિ
લખવું છે પણ હવે મારે કંઈ વાંચવું નહિ.
કામ તો ઘણું છે હવે એ પણ મારે કરવું નહીં.
જીવન જીવવા જેવું છે પણ જીવવું નહિ.
દુઃખ સહેવાય છે પણ દુઃખ સહન કરવું નહીં.
વેરી બની છે દુનિયા પણ મારે હવે તેની સામે નમવું નહિ.
હક જમાવ્યો છે જગત સામે પણ હવે રમવું નહિ.
ઘણા ગમ્યા ચેહરા આ મનને પણ જે ગમ્યું એ મળ્યું નહિ.
તો બસ હવે બીજી કોઈ આશ રાખવી નહિ.
જે છે એની વાતમાં મળે તો હવે તે પણ કરવું નહીં.
ગાયત્રી કંઈ કેટલુંય લખે શબ્દમાં પણ કોઈએ સમજવું નહિ.
ગમતી વ્યક્તિની વાત પણ હવે મારે કોઈને કહેવી નહીં.
બસ સમયના સહારે ચાલશે એમ બધું ચલાવવું નહિ.- 🖊️Gayatri Yatin Patel ✍
19 MAY 2021 AT 23:44