ફૂલોના રંગોમાં રંગાયેલો મારો પ્રેમ તું છે.
દિલનો દરવાજો ખુલે તારી આહતોમાં તું છે.
મારા મનની વાતોનો મોલ ખજાનો તું છે.
ફૂલોના રંગોમાં રંગાયેલો મારો પ્રેમ તું છે.
જિંદગીનું અણમોલ નજરાણું મારુ તું છે.
આકાશમાં ખુલ્લા મને ઉડતાં પંખીનો પ્રેમ તું છે.
ફૂલોના રંગોમાં રંગાયેલો મારો પ્રેમ તું છે.
મારા મનમાં સજાવેલા હાસ્યની ધૂન તું છે.
મારા મનનો સમાયેલો અહેસાસ તું છે.
ફૂલોના રંગોમાં રંગાયેલો મારો પ્રેમ તું છે.
મારા ચહેરાના હાસ્યમાં છલકતું ફૂલ તું છે.
જગતમાં પહેલી નજરનો પ્રેમ સાજન તું છે.
ગાયત્રી પટેલ- 🖊️Gayatri Yatin Patel ✍
14 FEB 2021 AT 20:52