12 APR 2021 AT 0:11

ન જાણે બાળપણ ને ફરી જોતા કેટ કેટલુ જોવા બેઠી.
ન સમજાયેલી પળને ફરી હું આજે યાદ કરવા બેઠી.
ગામની ભાગોળે જતા ગોવાળિયા સાથે રમવા બેઠી.
શાળામાં ન જતા હવે એ મસ્તીના દિવસો યાદ કરવા બેઠી.
મનને મારતા હવે એ મમ્મીના બોલને સાંભળવા બેઠી.
ન જાણે આજે ગામને આમ જોતાં હું ખુદને ખોવા બેઠી.
મસ્તી કિલ કિલાટભર્યું ગામને આમ શાંત થતા શબ્દમાં લખવા બેઠી.
ગાયત્રી ને ગાયત્રી પટેલ જોતા આજ ફરી એ ક્ષણ માણવા બેઠી.

- 🖊️Gayatri Yatin Patel ✍