મને તારા ચહેરાનું વ્હાલભર્યું સ્મિત તું આપી દે.
લાગણીથી તરબોર પ્રેમની હદયમાં છાપ છાપી દે.
ન મળે ક્યાંય તું ત્યારે તારા હૈયાનું સરનામું આપી દે.
આજે ટેડી ડે પર અનંત જિંદગી સુધીનો સાથ આપી દે.
આ જીવન તારી સજની રહું તે શબ્દોનો બોલ આપી દે.
જીવનસાથીની વાતે રાહ જોતી ગાયત્રીને ટેડી આપી દે.- Gayatri Patel 🖋️GP🖋️
10 FEB 2021 AT 19:17