મારો પરિચય આપીશ હું કાવ્ય ગોષ્ટિ માં
હું હાંસોટી કોળી પટેલ પરિવારની દીકરી છું .
સ્વભાવના બોલથી કડવી છું.સમજણમાં હું કોયડો છું.
મારા પપ્પાનું હું અભિમાન છું.પરિવારનું સાહિત્યરૂપ છું.
જગતમાં નારીશક્તિનું માન છું.સુરતવાસી માટે શાન છું.
પરંતુ મારી ઓળખ માટે હું એક નારીનું સમ્માન છું.
દેખાવે હું શ્યામવર્ણી કાયા છું.કુદરતે બનાવેલ છાયા છું.
પણ ન સમજો તો શબ્દોમાં હું એક માયા છું.
મારા વ્હાલા વાચક મિત્રોની વ્હાલમ છું.
ગાયત્રી પટેલ ઉર્ફ સજની મારુ નામ છે.
હાંસોટ જિલ્લામાં આવેલું ઇલાવ મારુ ગામ છે.
શબ્દના લેખન સિવાય મારે ક્યાં બીજા કામ છે.
તો પણ આજે સમાજ વિચારોને કરતો બદનામ છે.
સમાજમાં બીજાથી અલગ વ્યક્તિત્વ ધરાવતું મારુ મુકામ છે.
કુદરતે બક્ષેલી લેખનકલા એજ મારુ કર્તવ્યનિષ્ટ કામ છે.
ગાયત્રી પટેલ.- 🖊️Gayatri Yatin Patel ✍
16 JUN 2021 AT 2:31