16 MAR 2021 AT 7:09

*ખરું કહેવાય ને કે*
ચૂંટણી આવતા કેસના આંકડા ક્યાં દેખાય
પરંતુ સામાજિક પ્રસંગમાં લોકો જરૂર દેખાય છે.
રેલીઓ કાઢતા લોકો ક્યાં દેખાય છે.
પરંતુ ચાર લોકોથી કોરોના ફેલાય છે.
કર્મચારી દફતરમાં તો રોજ મહેફિલ થાય છે.
પરંતુ હવે ત્યાં ક્યાં કોરોના ફેલાય છે.
કોરોનામાં ખાનગી શાળામાં વર્ષની ફી લેવાઇ ગઇ.
તો પણ વર્ષની સેલેરીમાં શિક્ષકની 70 ટકા કપાઇ ગઇ.
તે શિક્ષક ઘર સાથે શાળામાં જતા હવે ખચકાય છે.
પોતાના દીકરાના સપના જોતા તે લલચાય છે.
નામચીન શાળામાં કામના ખ્યાલથી મલકાય છે.
અસંખ્ય ભરતીની પ્રક્રિયા થાય છે સરકારમાં.
પરંતુ બસ નેગેટિવ માર્કમાં માર ખાય છે.
અવનવા પદ અને માહિતી વિના અટવાય છે.
નવા કોર્ષની સાથે ભરતીની જગ્યામાં મુશ્કેલી થાય છે.
તે પણ હવે ક્યાં લાખોની સંખ્યામાં દેખાય છે.
લાખો રૂપિયા ખર્ચીને એ જાય કોચિંગ ક્લાસમાં.
પરંતુ નીતિ નિયમોની સમજ વિના લાંચ કરે તે કતારમાં.
ઘણું જોયું અને જાણ્યું આ જીવનમાં.
21મી સદી સાથે અનુભવ થયા શાનમાં.
ગાયત્રીના શબ્દ વાતે કહું છું હું કાનમાં.
બેરોજગાર શબ્દમાં પડ્યો છે રોજગારમાં.
આવેલી તક કરતા કલા સાથે કામ રહે નામમાં.
જિંદગી છે અલખનું ધામ થશે હવે કર્મના કામ.
ગાયત્રી પટેલ

- 🖊️Gayatri Yatin Patel ✍