18 APR 2021 AT 20:19

કાચી માટીનું આ કોડિયું રે.
એક દિ રાખમાં જવાનું .
પાંખ વગરના પંખીડા રે
હવે તારે રાહ જોવાનું.
આજે રે આવે કાલે આવે રે.
યમનું કહેણ કોણ જાણે રે.
કાચી માટીનું આ કોડિયું રે
એક દિ રાખમાં જવાનું.
જે થવાનું એ સમય હારે રેવાનું.
તું જ જગને ઉગારે રે રામ .
સમયની બેલા ક્યારે વરસે
પંચભૂતિનું તત્વ પંચમાં વિલીન થઇ જશે
લોકો આજ છે એ કાલ શુ કહેશે
એની વાતમાં તું રોજ વિચારે. રે
કાચી માટીનું આ કોડીયું રે
એક દિ રાખમાં જવાનું.

- Gayatri Patel 🖋️GP🖋️