16 MAR 2021 AT 9:02

જ્યારે જ્યારે તારા વિચારોમાં હું ખોવાઇ છું.
ત્યારે ત્યારે મારા મનમાં તારા પંથે પથરાય છું..
ક્યારેક તમને જોવામાં જ મારા પડછાયામાં છેતરાય છું..
દરિયા જેવી દુનિયામાં કિનારે લહેરાય છું.
વિધિના લેખમાં તમને શોધવામાં અથડાય છું.
સાગરમાં પાણીના મોજા બની પ્રસરાય છું.
જિંદગીની અલગ જ રમત રમતા પકડાઈ છું..
અલાયદી યાદોને યાદ કરતા ચહેરે મલકાય છું.
હવે સજની સાજનના વિચારને છોડી શબ્દમાં સમાઈ છું.
ગાયત્રી

- Gayatri Patel 🖋️GP🖋️