હું સ્ત્રી આધુનિકરણની લક્ષ્મીના રૂપે મૂર્તિ.
ન રાખું ચાર દીવાલની વચ્ચે મારી કાર્યની કૃતિ.
હું લય બદ્ધ તાલથી રચુ છું શબ્દોની ખૂબી.
સામાજિક જવાબદારી અને સંસ્કાર જાણું બખૂબી.
હું સ્ત્રી આધુનિકરણની લક્ષ્મીના રૂપે છું મૂર્તિ.
ચારેય દિશામાં નામ પછી ગાયત્રી જાણે છે સમૃદ્ધિ.
કામ કાજ કરતા વધશે મારા સાહિત્યની વુદ્ધિ.
- 🖊️Gayatri Yatin Patel ✍
1 APR 2021 AT 23:02