હું એક નારી છું.
બાળપણની મસ્તી માં રમતી છું
સમય સાથે હું રોજ પોતાને ઘડતી છું
યોવન કાળે હું મનમાં મલકાતી છું
સમયના ના સહારે નદી બની વહેતી છું
ઘરનાં કામોમાં મારા વિના પાછળ પડતી છું
તોય સમય સાથે હું દોડતી છું
જિંદગીના પાસા છે જેને સૂચન સાથે રમતી છું .
જીવનસાથીના વિચારે તો હું મહારાણી બની ફરતી છું .
જિંદગી જીવવા માટે આગળ માર્ગ માં હું એક સ્ત્રી છું .
કુદરતની અમૂલ્ય દેન માટે હું પ્રભુ ને ઋણી છું
પરિવારના સભ્યો માટે હું એક નારી છું
પોતાના પરિવારની સુરક્ષા માટે હું સન્નારી છું.
ઘર પરિવાર માટે હું એક તાળાની ચાવી છું
- 🖊️Gayatri Yatin Patel ✍
7 MAR 2021 AT 23:57