આજે ભેટમાં તું મને એક યાદ તો આપ.
હસી લીધા પછી મારા આંખમાં તારી છાપ છોડી આપ.
બોલના શબ્દોમાં તારા મીઠા બોલ તો કહી આપ.
રિસાઈ ગયેલા ચેહરાની ચમક તો આપ.
ઓય આજે ભેટમાં ન ખોવાના ડર ની વાતનું વચન તો આપ.
તારાં મનમાં વિચારેલા વિચારો નું નામ તો આપ.
તું કદી ન જાય એ ઘરનું સરનામું લખી આપ.
ભેટની સોગાદમાં પ્રેમભરી ભેટની હૂંફ તો આપ.- 🖊️Gayatri Yatin Patel ✍
11 FEB 2021 AT 19:24