આ છેલ્લા સમયે વિદાય લઈ રહયો છું હવે થોડા દિવસમાં.
ક્યાંકને ક્યાંક તમને પણ ખબર પડી ગઇ હવે થોડા દિવસમાં.
જીવન જીવવા માટે બધુ જરૂરી નહિ સમજાય ગયું હવે થોડા દિવસમાં.
માતા પિતા જ કામ લાગે છે કઠિન સમયે ખબર પડી હવે થોડા દિવસમાં.
ખુદને ખુશ કરવા દોડ્યો ભાગમાં પણ ન આવ્યું કામ એ હવે થોડા દિવસમાં.
શમણાં ઘણા સજાવ્યા પરંતુ મનમેળ ન થયો હવે થોડા દિવસમાં.
લોકો સાથેની મારી મેં અધૂરી જાણકારી પણ પુરી કરી હવે થોડા દિવસમાં.
ન જોયા હતા લોકોના મન તે પણ વાંચ્યા મેં હવે લોકડાઉનના થોડા દિવસમાં.
સ્વના ઉદ્દેશ સાથે આજે આપ સમી ઉભી છું
ગાયત્રી પટેલ હવે થોડા દિવસમાં.
કોક જાણીતું થયું તો કોક મનનું માનીતું થયું હવે થોડા દિવસમાં.
ઘણાના પ્રિયજનની ક્ષણ પણ હવે ઝાંખી બની હવે થોડા દિવસમાં.
લગ્નના ઓરતા સજી નવ યુવાન સંગીતના હિલોરે દોલતું હતું
એ પણ ક્યાંક ખોવાઈ ગયું થોડા દિવસમાં.
ન જાણે કેટલાય શમણાં સજ્યા બાદ શાંત ચિત્તે એક થઇ ગયું હવે થોડા દિવસમાં.
ક્યાંકને ક્યાંક મન પણ ખાલી થયા હવે લાગણીઓની માળા જપી હવે થોડા દિવસમાં.
ઘણા ગયા અને આવ્યા સમયને પારે કેટલાય પંખી રહ્યા પરંતુ જે છે રહેશે હવે 2021માં.- Gayatri Patel 🖋️GP🖋️
1 APR 2021 AT 23:22