16 SEP 2018 AT 23:04

ઓ ઇશ્વર... ચાલ તને તારી જ
બનાવેલી દુનિયા બતાવુ...
તારા જ ઘડેલાં આ માટી ના રમકડાં બતાવુ..
😃😃...માટી ના રમકડાં એટલે,માણસ બતાવુ.

તે બનાવ્યા છે જેને,
એ આજે તને બનાવે છે..
એ બતાવુ....
ધર્મ, જાતિ, રંગ, રૂપ, ના
નામ પર માણસ લડે છે..
એ બતાવુ....
ગીતા, કુરાન અને બાઈબલ ના
ઝઘડા પર મરી પરવારી માણસાઈ છે..
એ બતાવુ....
અને હવે જો.... 🙏🙏
....પોતાની ઈચ્છા પૂરી કરવા...
તને પણ બદલી નાખતો માણસ બતાવુ...
ઓ ઇશ્વર..... ચાલ ને.....
તને તારી જ બનાવેલી દુનિયા બતાવુ.....
- ફાલ્ગુની ઠક્કર (ટીના)

-