આ દુનિયામાં કોઈ જ તમારો સાથ નહીં આપે, આ વાત જેટલી જલદી સ્વીકારી લેશો, એટલા જ ઓછા દુઃખી થશો.
-
જીવનમાં અમુક વસ્તુ કદાચ ન મળે તો જરા પણ દુઃખી ન થવું કે ન તો અફસોસ કરવો, પ્રભુ આપણને હંમેશા વધારે સારું અને બેસ્ટ જ આપવા માંગે છે, માટે જે મળ્યું છે એ જ આપણા માટે બેસ્ટ છે અને જે નથી મળ્યું એ વધારે સારું આપવા માંગે છે એમ માની હંમેશા પ્રભુનો દિલથી આભાર વ્યક્ત કરીએ.
-
કોઈની અર્થી જોઈને એટલી પ્રાર્થના જરૂર કરજો કે પ્રભુ ! એમના આત્માને શાંતિ આપજો અને એમના પરિવારને આ દુઃખદ સમય સહન કરવાની શક્તિ આપજો, કોઈ એમ્બ્યુલન્સ જોઈને એટલી પ્રાર્થના અચૂક કરજો કે હે પ્રભુ ! એ જીવ બચી જાય અને જલદી સાજા થઈ જાય, કોઈ લગ્નની કાર સામે મળે ત્યારે એટલી પાર્થના કરજો કે એ જોડાનું લગ્ન જીવન સારી રીતે પસાર થાય અને જીવનભર સાથે રહે...
-
*જીવનની વાસ્તવિકતા*
કોઈ વ્યક્તિ તમને દૂરથી સારી લાગશે પછી આકર્ષણ થશે અને તમે એની નજીક જશો એટલે દયા, સહાનુભૂતિ અને પ્રેમ આપશો, સમય જતાં ધીરે ધીરે તેની ખામીઓ દેખાવા લાગશે અને અંતે ધીમે ધીમે દૂર જવા લાગશો. જીવનમાં હર એક વ્યક્તિ એક સબક શીખવવા આવે છે કા તો પોતે એક સબક શીખી ને જાય છે.-
કોઈ માણસ તમારું કીધું કે સારું ન કરે એટલે એ ખરાબ, મતલબ કે એમાં ફક્ત ને ફક્ત તમારો જ સ્વાર્થ સમાયેલો છે, જ્યારે સ્વાર્થી માણસ ને તો ખરાબ માનવામાં આવે છે. તો હકીકતમાં ખરાબ કોણ થયું ???
-
I am not good for all
I am not bad for all...
# Simply I just believe in Newton's third low of motion...-
જિંદગી જ ક્ષણિક છે તો પછી જીવનમાં થનારી ઘટનાઓ કઈ રીતે કાયમી હોય શકે..!!!
-