જાહોજલાલી.....
મકાન ભલે ખોબા જેવડું હોય
પણ આપણી બધા વચ્ચે
પ્રેમ દરિયા જેવડો હોય ને......
એજ આપણી જાહોજલાલી.
-
હૂંફ ની મૌસમ.....
ધરતી માથે તરુનો છાંયડો
એજ હૂંફ ની મૌસમ.
વૃક્ષ પર પક્ષી નો કેકારવ
એજ હૂંફની મૌસમ.
રેતીને દરિયાના મોજા નો ઠંડો સ્પર્શ
એજ હૂંફની મૌસમ.
પુષ્પને પતંગિયાંની મહેમાની
એજ હૂંફની મૌસમ.
એકલતાને મહેરામણ નો મેળાપ
એજ હૂંફ ની મૌસમ.
હૈયાને દિલાશા નો ઓડકાર
એજ હૂંફની મૌસમ.
-
A supportive friend is someone who.......
Walk with you anytime
Put the hand on your
Shoulder in any situation
Keep relationship in any
Season like rainy & hoty
Understand your
Condition
Read your heart not mind
Live with you lightly.-
ઈશ્વરનું વરદાન....
માતાની કૂખ ને મહેકાવનાર એક પુષ્પ
એજ ઈશ્વરનું વરદાન.
જેની સોડમથી હસતી માં ની જિંદગી
એજ ઈશ્વરનું વરદાન.
જોતી માં આ પુષ્પ માં રંગીન દુનિયા
એજ ઈશ્વરનું વરદાન.
જેમ જેમ ખીલતું પુષ્પ તેમ તેમ
ખીલતું માનું આંતરિક સૌંદર્ય.
એજ ઈશ્વરનું વરદાન.-
સજાવો આજ આંગણ...પધાર્યા રામજી રે.
ઝુંપડી ને શોભવો દીપ થી....
પધાર્યા રામજી રે.
સબરી કેરા બોર પીરસો...
પધાર્યા રામજી રે.
હરખના તોરણથી ઊંબરો સજાવો...
પધાર્યા રામજી રે.
આરતીના નાદથી ગુંજે ચોમેર જય સિયા રામ...
પધાર્યા રામજી રે.
બે હાથ વચ્ચે ઉમળકો છલકાય
કર જોડી આવકારું રામલલ્લા ને...
પધાર્યા રામજી રે.
એકતા ગોસાઈ.
-
ઉપવન મુરઝાયું.....
આજે પૂછવાનું રહી ગયું જરા
કેમ છો? ધરાના લીલા શણગારને.
કદાચ પ્રેમ નું પાણી તો ઓછું થયું કે
તુષ્ટિ નહિ થઇ હોય તેના ઓશ્ઠવને.
લાગણી કેરી હવા ની હશે થોડી ગેરહાજરી
સ્વાર્થની દુનિયામાં ગુંગળાતું હશે મન તેનું
સૂર્ય પણ નહિ આવતો હોય તને મળવા અહીં
સંવાદની ગેરહાજરીથી મુરઝાતું તેજ તેનું
સંભાળ રાખવામાં થોડા લોભી થયા હશે માળી
કે પછી કુદરત ને પણ નીરખવવું હશે
મુરઝાયેલા આ સૌંદર્ય ને..........
એકતા ગોસાઈ.
-
સંબંધ તારો ને મારો.....
સંબંધ તારો ને મારો
છે એક મેળાપ ન્યારો.
છે ચહેરો એક માત્ર કલ્પના
પ્રેમ તો એક ધબકાર સાથેનો
સ્પર્શે તો ક્યાં આંખ સાથે આંખ મિલાવી
પણ અંતર ના સ્પર્શ પાસે ક્યાં શબ્દ વળી
બોલે છે એક અને સાંભળે છે બીજું
છતાં શબ્દ નો સુર કેવો મીઠો છે.
આતુરતા કેવી હસે આ મિલન ને
કે એકબીજા ના ચહેરા નીરખવાની.
મળ્યા નથી છતાં આ બંધન ને
સંબંધ થયો માં અને ગર્ભસ્થ બાળકનો.
સંબંધ ઈશ્વર સાથેનો લાગણી ની પ્રિતમાં.
એકતા ગોસાઈ.
-
જિંદગી એક પતંગોત્સવ....
એકલા ઊડવાનું આ આભમાં
પવન સાથે ઝઝૂમવાનું આ ઉત્સવમાં
રંગબેરંગી તો ક્યારેક શ્વેત જિંદગીમાં
ટકી, બનાવવો ઉત્સવ આ જિંદગીને
-
ઉપવાસ કરો ખરાબ વિચારોનો....
ઉપવાસ કરો ખરાબ વિચારો નો
તો પારણા થશે સુખી જિંદગીના.-