પાણી
સખત ગરમી તાપ તાપ ચામડી નાખે બાળી
ધરા તરસી સુકાતા વૃક્ષો માંગે પાણી પાણી
નદીઓ ખાલી તળાવ ખાલી ખાલી સુકા ખેતરો
રઝડે તરસ્યા પશુ પક્ષીઓ પીવા માટે પાણી
શહેરના રસ્તા ડામરના જાણે ધગધગતા અંગારા
આવતા જાતા શરીરે નીતરતા પરસેવાના પાણી
દુર દુર ચાલી બૈરાઓ ભરે બેડે બેડે પાણી
જરૂરિયાત છે દરેક ને ડગલે ને પગલે પાણી
પાણી હશે તો ધાન ઉગશે જીવશે માનવને પ્રાણી
જળ એજ જીવન એ સોં કોઈ સમજે જાણી
પાણી જ શ્વાસ છે પાણી જ જીવન નો આધાર
બચાવશો તમે પાણી તો તમને બચાવશે પાણી
-
હે ભોળાનાથ
નિસ દીન તારૂ નામ બસ જપ્યા કરૂ
સુતા જાગતા તારા દર્શન કર્યા કરૂ
હે દેવો ના દેવ હૈ કૈલાશ વાસી
હર હર મહાદેવનું બસ રટણ કર્યા કરૂ
હિમાલયમાં હો કે શિવાલયમાં હો
બંધ આંખે તને પ્રત્યક્ષ નિરખ્યા કરૂ
સુતા પહેલા કે જાગીને આવતા જતાં
શંભુ તારા નામનો જાપ જપ્યા કરૂ
એ વિશ્વનાથ હે મહાકાલેશ્વર
એકચિત થઈ ભક્તિમાં લીન થયા કરૂ
સૌનુ દુઃખ પીડા હરજે સદબુદ્ધિ આપજે
ભોળા નાથને મનોમન પ્રાર્થના કર્યા કરૂ-
बरसात
बरसात का सुहाना मौसम आया
हर जगह पानी पानी बरसाया
पतो पतो पर मोती नजर आया
पँछीओ ने उड़कर मधुर गीत गाया
हर तरफ एक लहेर उठी बर्फ सी
भीग जाने का एक अवसर आया
पेड़ पेड़ लहेराकर मस्ती में जूम उठे
डाली डालिने खूब हर्ष जगाया
पहाड़ से गिरता खूबसूरत झरना
एक अदभुत नजारा नजर आया
हर तरफ खुशियो का माहौल छा गया
बरसात का अलग ही रंग उभर आया-
મન
ચોમાસે વરસતા વરસાદ ને નીરખ્યા કરૂ
વરસાદમાં મન મુકીને બસ ભીંજાયા કરૂ
ઉંચે નભ કેરી મીટ માંડી જોઉં વારંવાર
આકાશે વાદળ બની બસ ઉડ્યા કરૂ
ખળખળ વહેતા નિર્મળ જળમાં જઈને
મદમસ્ત બની ને બસ તર્યા કરૂ
મધ્ય રાત્રે આકાશ ભણી સુતા સુતા
ચમકતા તારલાઓને બસ જોયા કરૂ
આંખ ઠરે ચો તરફ લીલું છમ ઘાસ કેવું
હરિયાળા પંથે બસ એમ ચાલ્યા કરૂ
મીઠું અમૃત સમાન જળ પીધું છતાંય
તો ય ફરી ફરી જળ પીવા તરસ્યા કરૂ-
ભાઈબંધ
ચાલ નિરાંતે બેસ મિત્ર સાથે હળી મળી લઈએ
કાંઈક જુની વાતોને ફરી યાદ કરી લઈએ
સાથે ભણતા સાથે ફરતા સદા મસ્તીમાં રહેતા
એ યાદોને ફરી તરોતાજા કરી લઈએ
મળ્યા ઘણા વરસે ઘણા સમયે આપણે
એક બીજાના સુખદુઃખની વાતો ફરી કરી લઈએ
ભેગા જાતા ભેગા આવતા એક ભાણે જમતા
એ ખુશીની ઘડીનો આનંદ માણી લઈએ
ફરી મળશું ક્યારે જીંદગીમાં ખબર નથી
ચાલ બેસ બબ્બે ઘૂંટડા ચા ના મારી લઈએ-
ખબર નહોતી
સહેજ સ્મિત કરી આપ લે કરી અમે
આને પ્રેમનો પ્રકાર કહેવાય ખબર નહોતી
દિલ વ્યાકુળ બહું થયુ અમારૂ આપ થકી
આમ પ્રેમ લેશે આકાર ખબર નહોતી
થયું અમને પણ અચરજ પ્રણય કાજે આજ
થશે દિલ આટલું બેકરાર ખબર નહોતી
ચલાવી નયનોના બાણ કર્યા ઘાયલ અમને
કરશે અસર આટલી ધારદાર ખબર નહોતી
અમે તો જાગી જાગી રાત કાઢી તમારા જ વિચારોમાં
તમને જરાપણ નથી દરકાર ખબર નહોતી-
નિરાશા
એક નિરાશા નો અંધકાર છવાતો જાય છે
એક ઉણપ જીવનમાં ઘર કરતી જાય છે
મન અસ્થિર છે ને વ્યાકુળતા વધતી જાય છે
શાંતિ શોધવા મથુ તેમ અશાંતિ વધતી જાય છે
એક હુંફ હતી કોઈની આ જીવને
તે પણ ઝાંઝવાના જળ જેવી લાગતી જાય છે
દુર દૂર સુધી ધૂંધળું જ દેખાય છે આંખો ને
રોશની પણ અંધકારમાં ગરકાવ થતી જાય છે-
નમન
પ્રભુ તારા ચરણોમાં વંદન કરૂ
ટોચ પર ફરકતી ધજાને નમન કરૂ
તુજ પાલનહાર તુજ બચાવનાર
સૌની રક્ષા કાજે મનમાં ચિંતન કરૂ
દર્શન કરી તારા કૃતાર્થ થયો હું
મારૂ સમગ્ર જીવન તને અપર્ણ કરૂ
અહીં છે ત્યાં છે બધે જ તું વસે છે
ચારે દિશાઓમાં મારા નયન ધરૂ
કોઈ પણ જગ્યાએ હોઉ તારી જ છબી છે
બંધ આંખે પ્રત્યક્ષ તારા દર્શન કરૂ-
દિકરી
દિકરી નથી સાપનો ભારો
દિકરી તો છે તુલસીનો ક્યારો
બાળપણમાં હસતી હસાવતી ઢીંગલી
વીતી જાતો વ્હાલમાં દિવસ સારો
લાડથી ઉછેરી ને વળાવી સાસરે
બન્ને ઘર નો સુધારે જન્મારો
પારકે ઘરે જઈ ઉપાડતી કુટુંબનો ભાર
દીકરી તો છે વડ કેરો છાંયો
સંપી ને સાસરે રહી આબરૂ વધારવાની
દિકરી તો છે મીઠો આવકારો-
ઈશ્વર ભક્તિ
કરો ડગલે ને પગલે ધર્મના કામ
શ્વાસે શ્વાસે લ્યો પ્રભુ નું નામ
ચલો ભક્તિના રંગમાં રંગાઈ જઈએ સો
ભેગા બેસી સત્સંગ કરો એજ ઇશ્વરનું ધામ
દયા ભાવ રાખો દિલમાં મનુષ્ય થકી
એ જ છે સાચું પુણ્ય કેરૂ કામ
ચાલતા ચાલતા કામ કરતા કરતા
સ્મરણ કરો મનમાં ઈશ્વરનું નામ
માળા કરો જાપ જપો ભલે સમયે સમયે
ભૂખ્યા ને અન્ન એ જ ભક્તિ નું નામ-