Dhruvi Patel  
29 Followers · 33 Following

Joined 6 July 2020


Joined 6 July 2020
9 SEP AT 21:32

ક્યાંક પોતાનાં માનીને પ્રેમ કર્યો,
તો અથડાયા પારકાના દેખાડાની દુનિયા સામે,
લાગણીઓની કાચી દિવાલો તૂટી પડી,
અને સવાલો ઉભા થયા નજર સાથે.

દિલથી દિલની મુલાકાત કરવાનો પ્રયત્ન કર્યો,
તો અડધા માર્ગે અથડાયા મનની મૂંઝવણો સાથે,
અધૂરા સપના અને અધૂરી વાતો,
બંધાઈ ગઈ ચુપચાપ સંવેદનાની રાતો સાથે.

પ્રેમ તો સરળ હતો હૃદયની ઊંડાઈમાં,
પણ જગતનાં નિયમો ઝૂકી ન શક્યા,
સાચા લાગણીઓની તરસ છતાંય,
કંઇક અવરોધો કદી દૂર થઈ ન શક્યા.

-


17 JUL AT 12:20


લોભામણું છે આજનું જગત,
દેખાડાની દોડે ભટકે સત્।
સાચા સંવાદો થયા ઘૂંધળા,
માણસ પણ અપનાવી ચૂક્યો છે છલભર્યો પથ।

ઉંચા થવાનું છે સૌને લોહ,
મોહમાયામાં ગુમાય છે દ્રોહ।
સ્નેહની જગ્યા લીધી હિસાબે,
સચ્ચાઈ ઓગળી રૂપના સ્વાભાવે।

અસ્તિત્વ પૂછે છે શ્વાસે શ્વાસ,
શું હું હજી છું કે માત્ર દેખાવનો ખાલીખમ કાચ?
પ્રેમ પણ અનુભવાયો નાટક ના પડદે,
સાચું હૃદય ક્યાંક દુર ધબકતું .

પ્રાકૃતિક જગત નો છોડ્યો છે પથ,
માનવસર્જિત માયામાં ભટકે છે ધ્રુવમથ।
સંબંધોના સંબંધો હવે છે ખુલાસામાં,
અંદરથી ખાલી — બહાર છે એ ભ્રમરાસમાં ।

સાચા-ખોટા વચ્ચે જીવંત છે સંઘર્ષ,
સાચી ભાવના ભૂલાઈ ગઈ છે પરિભાષાના અંધરસે।
ખોટી દિશાના પવન બની ગયા માર્ગદર્શક,
સત્ય હવે રાહ જુએ છે… કોઈ સાચા સ્પર્શક।

-


14 APR AT 20:08

પગની નાની નાની ડગલીઓ નો પ્રભાવ,
જીવન માં પરિપક્વતા નો અહેસાસ છોડતો,

શરીર ની સુંદર નાની કાયા, ને નાનું નિર્દોષ મન ,
હજી જ્ઞાન અને અનુભવ ને વિકસાવતું,
વિચારોના વમળમાં મોટા મોટા સપનાઓ ગાઢ સબંધ ને ક્યાંક દર્શાવતુ,

બસ દિવસ રાત મોજ મસ્તી ની ,
યાદો ના સહારે રેલાતું જીવન,
અજવાસ ની રોશની ને અંધકાર ના પડછાયા,
સાથે ક્યાંક ઊંડી છાપ છોડતું,

કુમળા હાથ ની લકીરો, ક્યાંક લાંબી સફર નો
ગહેરો અહેસાસ કરાવતી,
ચમકતી આંખો માં ભવિષ્ય ના વિશાળ,
આકાશ ને આંબવાની તમન્ના ને જોડતી,

સઘળા જીવન ના સપનાઓ માં ,
સંઘર્ષ ની આકૃતિ રચાતી,

બાળપણ ની એ એક એક યાદ,
યુવાની ને પણ ગહેરી યાદ માં પરોવતી,
ખટ્ટી મીઠી યાદોની એ સફર,
જીવન ના દરેક વળાંકે એક ઊંડો અહેસાસ છોડતી.

ક્યાંક ચહેરા પર ના સ્મિત ને ચમકાવતી,
તો ક્યાંક દિલ ને આંસુના સહારે હળવું કરતી.

-


22 MAR AT 18:44

વહેણ આવ્યું નદીમાં, ને મોજા ઉછળ્યા દરિયા માં
પવન ફૂંકાયો ઉત્તર માં, ને સૌ ફણગાયા દક્ષિણ માં

સમય વીત્યો પાણી ની ધારે, લાગણીઓ વેડફાઈ મોજા ના વહેણે
અલગ અલગ માણસો થી ગયો મેળાપ
ને છૂટતી ગઈ વિશ્વાસ ની ડોર,

અલગ અલગ વિચારો ના વાવાઝોડા માં,
ફંગોળાયા વિચારો ના ગૂંચડાથી વીંટળાયેલા મન,

સામનો થયો અલખ મલખ ની વાતો ના વંટોળ સાથે,
એમાં વાતો ફંગોળાઈ પવનચક્કી ની જડપે,

રાહ જોઈને બેઠા જે સારા સમય ની,
બંધ આંખે આવીને પસાર થઈ ગયો મેઘધનુષ ની ઝલકે,

સુવાસ ફેલતી ગઈ ઉગતા ફૂલોની ની કોમળતા સાથે ,
એ કોમળતા ને બંજર કરતી ગઈ અશુદ્ધ વિચારોની લહેર,

દૂરથી દેખાતા રણીયામના ડુંગરા,
નજીક થી દેખતા ફેરવાયા પથ્થરો ની ભેંખડો માં ,

-


8 MAR AT 9:05

માતા, દીકરી, બહેન, ભાભી એવા દરેક સ્વરૂપે ,
જે છે મહાન એવું આગવું વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી,

ઉંમર ના આંકડા પહેલા ,
પરિપક્વતા ની લાંબી ડોર જોડતી.

પોતાનું વ્યક્તિત્વ ભૂલીને,
બસ પોતાના પરિવાર માટે પોતાનું જીવન સમર્પિત કરતી.

ઘર ની જવાબદારીઓ સાથે,
વ્યવસાયિક જીવન ને સંતુલિત કરતી,
જીવન ના સંઘર્ષ ને હસતા હસતા પાર કરતી,
ક્યાંક ખૂણા માં દીવાલો સાથે પોતાના દુઃખ ને છુપાવતી,

પોતાના સપના ની દુનિયા ને એક માળા માં સમાવતી,
પોતાના પરિવારજનોને ઉડવાની હિંમત આપતી,

ક્યાંક પોતાના માટે અવાજ ઉઠાવતી,
તો સમાજ ની નજર માં ચુંભતી,

આજે પણ પોતાની ફરજ થી નથી દૂર,
તો પણ ક્યાંક ખાતા મીઠા વચનો થી ઘેરાયેલી,
પણ આજે ભણતર ની સાથે સાથે ,
એક મકમત્તા ની સીડી ચડતી.

જીવન માં અનોખું પરિવર્તન લાવતી,
પોતાના હક માટે એક અનોખી પહેલ કરતી,
નારી તો નારાયણી જ છે .

-


10 FEB AT 18:38

શબ્દો નો વેગ વધ્યો,
વાક્ય નો માર્ગ પહોળો થયો.
વચનો ના વેલા ઊંચે ચડ્યા,
મગજ ના જ્ઞાન તંતુઓ વચ્ચે અટક્યા,
જીભ એટલી ઉતાવળી થઈ કે ,
શબ્દો ના પ્રવાહ માં વહેતી ગઈ,
ને સાથ છોડતી ગઈ મગજ ના જ્ઞાન તંતુઓ સાથે
ડૂબાડતી ગઈ શબ્દો ના મૂલ્ય ને ,
કાપતી ગઈ લાગણી ના બંધન ને.




-


30 JAN AT 9:21

“Happy wedding anniversary mummy papa “

વર્ષો વીત્યા, પણ પ્રેમ તમારો ઉજ્જ્વળ રહયો,
સૂર્યના કિરણોની જેમ, સ્નેહ તમારો સતત વહ્યો.

તમારું જીવન, એક મધુર ધૂન ગુંજવતું ગયું
જેમ ભમરાઓ ફૂલોમાં , એમ ખુશીઓ હંમેશા લહેરાતી ગઈ

તમારી ભાવનાઓ, જેમ બગીચાના રંગબેરંગી ફૂલો ખીલ્યાં,
તમારું બંધન, જેમ નદીનો પ્રવાહ, ક્યારેય ના થંભ્યો.

વિશ્વાસથી ગૂંથાયેલા, તમારા હૃદયો સદા જોડાયેલા,
જીવનની સફર વહેંચતા, સાથે તમે ચમક્યા.

સુખ અને દુઃખમાં, તમારો પ્રેમ અકબંધ રહ્યો,
એક ભાગીદારી આશીર્વાદિત, એક ખજાનો તમે મેળવ્યો.

તમારો પ્રેમ સતત ખીલતો અને વિકસતો રહે,
એ જ આનંદ અને ખુશીઓથી આ લગ્ન જીવન સુખમય રહે.
લગ્નજીવન ની મજબૂત આ ડોર અકબંધ રહે,

“ Happy wedding anniversary mummy papa ❤️”

-


25 JAN AT 17:59

“સમય નું સત્ય “

મન ની મોકળાશ વધતી ગઈ ,
દિલ ની ધડકન ઘટતી ગઈ,
વિચારો ની વ્યથા વધતી ગઈ,
લાગણીઓ ની રસ્સી તૂટતી ગઈ ,

પ્રેમ ની ભાષા બદલાતી ગઈ,
નફરત ની જ્વાળામુખી ફાટતી ગઈ,
શબ્દો નું મૂલ્ય ઘટતું ગયુ,
એકલતાનું વર્ણન વધતું ગયું,

મૌન ની પરિભાષા બદલાતી ગઈ,
માણસાઈ ની ડોર ખુલતી ગઈ,

ભેદભાવ ની આકૃતિ રચાતી ગઈ,
પોતાનાપણાની રેખા ઓળંગાતી ગઈ,

રૂપ રંગ ની સુગંધ વધતી ગઈ,
ગુણો ની સુવાસ મિટતી ગઈ,

દેખાદેખી ની પારદર્શકતા વધતી ગઈ ,
સાદગી ની આવરણ ઉતરતું ગયુ,

વ્યસનો ની ઘેલસા બંધાતી ગઈ ને,
જીવનની ડોર ટૂંકી થતી ગઈ,

સુખ સુવિધાઓ ની વ્યવસ્થા વધતી ગઈ,
દુઃખ ની લાગણી વ્યર્થ થતી ગઈ,

-


10 NOV 2024 AT 21:57

નથી જોઈતો મારે આ ધમધોકાર અને વીજળી ના કડાકે ,
આવતો મનના વિચારો નો પ્રવાહ .
ક્યારની એને સમજાવાનો પ્રયત્ન કરી રહીછું,
કે ભાઇ થોડી વાર ક્યાંક વિશ્રામ લઇને થંભી જા.
માથે સૂર્ય નો આ કાળજાળ તડકો,
હવે નથી થતો સહન.
તું ક્યાંક છાયાં મા થંભી જા ,
તો મને પણ ક્યાંક થોડી શાંતિ મળે.
કયાં પણ એને મારુ કંઈ સાંભળવાની ,
હવે આદત રહીં છે .
બસ એને તો નદી ના પ્રવાહની ,
ઝડપે વહેવુ જ છે .
અને મને દિવસે ને દિવસે કાદવ ના ,
દલદલા મા ઉંડા ઉતરતાં જ જઉં છે .
પાછા આવવાનો શું પ્રયત્ન કર્યો ને ,
બીજી જ સેકંડ એ પાછી મને એને દલદલ મા ખેંચી લીધી.


-


25 SEP 2022 AT 18:59

जिंदगी कब और कहा ......
किस मोड़ पर हमें रोक देती है
उसका कोई पता ही नहीं होता है!

कल की रोशनी , आज के लिए
कब अंधेरा फेला देती है
उसका कोई पता ही नहीं होता।

आज जो हमारा है।
कल वो किसी और का हो जाए ।
उसका कोई भरोसा ही नहीं।

जो हिस्से नसीब में ही नहीं ।
वो ही गहरी चोट का निशान दे जाता है।



-


Fetching Dhruvi Patel Quotes