એ ભાઈ એ! આમ તું કોની 'વાત' માની બેઠો.
કશુક ટમટમ્યું આકાશમાં ને 'રાત' માની બેઠો.
થોડું અંધારું થતાં એનો સાથ છૂટવાનો હતો,
એ ખાલી પડછાયા ને હું 'જાત' માની બેઠો .
મળવું છૂટા થવું અને ફરી મળવું જઈ કોઈને,
આ આજની પ્રથા છે ને હું 'અપરાધ' માની બેઠો
ખેલ ખેલમાં પડો તો ક્યારેક વાગે પણ ખરા,
આમ સીધા પ્રણયને તું 'ઘાત' માંની બેઠો
આ કેરમ નથી શતરંજ છે રાણી ગઈ તો ગઈ ,
રાજા અડીખમ છે ને તું 'માત' માની બેઠો
કોઈ ઓલવે ને ઓલવાઈ જાય એ ડર કાઢી દે દીપ ,
શું તુ એ! એક ફૂંક ને 'ઝંઝાવાત' માની બેઠો-
ડુબીજા આમ તરફડયા શું કરે છે
નાની નાની વાતે આમ રડ્યા શું કરે છે
કોઈ લાફો મારે તો તું એ ખેચી દેજે
તું ક્યાં ગાંધી છે,ગાલ ધર્યા શું કરે છે
તુજ દરિયા ની તાકાત તું જાતે ઓળખ,
નદી ની જેમ આમ તેમ વળ્યા શું કરે છે
શ્વાસ ખૂટશે તો રોકે રોકાવાનું નથી,
હાલ જીવને વારે વારે મર્યા શું કરે છે
જીવનની મહાભારત માં ધ્યુતો રમાશે ઘણા,
તું પક્ષીની આંખ વિંધ ડાફેરા માર્યા શું કરે છે.
અંધારી રાતોમાં આંધીઓ તો આવવાની"દીપ",
તું પવન ગળી ભડકે બાળીદે આમ ઝોળાયા શું કરે છે
~તમારો પ્રિય દીપ
-
મન મથતા "ગુંજવાઈ" રહ્યો છુ,
બેઠો-બેઠો કોઈમાં "પરોવાઈ" રહ્યો છુ.
મારી જ વાત ખુદ થી છુપાવી મે એકાએક,
કહી શકો કે હું ખુદથી "રીસાઈ" રહ્યો છુ.
આમ બંધ આંખે તું આવવાનું બંધ કરી દે
આ તારા મજાકથી હવે હું "ખીજાઇ" રહ્યો છુ.
દરેક શ્વાસની મજા કેમ માણી લે કોઈ,
હું તો શ્વાસે ને શ્વાસે "રુંધાઈ" રહ્યો છુ.
મહેલો બની બેઠા પત્તા નું સ્વપ્નાઓ મારા ,
એક ફૂંક વાગીને જાણે હું "વિખેરાઈ" રહ્યો છુ.
નાની જ્યોતથી પણ આંધી ઝીલી શકું છુ હું,
ફડ-ફડ તો 'દીપ' છું ના સમજો "ઓલવાઈ" રહ્યો છુ.-
में पतझड़ का पला ना बाहर चाहता हूं,
तुमको जीतना नही तुमपे हार ना चाहता हूं,
भटकने की आदत है कि फिरसे चल पड़ा हु में,
दरिया सी तू हो तो हा में मजधार चाहता हूं
क्या पता तुम पढ़ रही हो या नही, गर
हा सुनो तो में तुम्हारा प्यार चाहता हूं
-
કોઈ ઢોળે તો ઢળું જેમ સાંજ ઢળી જાય,
ઓળખાણ ના આપું ને મને મારુ મળી જાય.
આ ચોમાસા કરતા તો બિચારી ઝાકળ સારી,
જે રાહ ના જોવડાવે ને આવી બસ ઝરી જાય.
ભર વરસાદ મા એમ ના મળે મને કોઈ,
કે તન પલડે ને મન ભડકે બળી જાય.
અંતર મા તો ક્યાંક ઈચ્છા તારી એ હશે,
એમ થોડી ને કોઈ વાત-વાત માં ફરી જાય.
બે હાથ મળી બચાવે તો ભર પવને જળહરૂ,
બસ ખાલી એમજ તો પછી આ દીપ ઠરી જાય.
જો આવી મળે તો એ સાંજ ચાહું હજુ,
કે સુરજ ઢળે ને બધે અજવાળું કરી જાય.
-
બસ આજ ફરક રહ્યો તારા ને મારા માં,
તુ આવી બસ અંધારા કરે ને હું વરસુ અંધારા માં.-
બચાવી લો ફસાયો હું વમળ વચ્ચે
અલગ કરે છૅ કોઈ મને આપણા વચ્ચે.
જઉ હોય તોજા પણ ત્યાં ના ઉભી રેહ,
જો આવા લાગી છે તું મારા ને મારી ગઝલ વચ્ચે.
હું જ માધ્યમ છુ એના ને ચાંદ વચ્ચે નો ,
ને લોકો કહે છે કેમ આવે છે તું એમના વચ્ચે.
મૌન બેઠો હોઉં તો વાત ન કરો કોઈ
પકડ્યો છે મને કોઈ એ બે બાહ વચ્ચે.
વ્યથા સમજો ગુલાબની કે કેમ રાત કાઢશે એ
વેચાતું નથી જે ભર બજાર વચ્ચે.
હાથ મૂકી મારો પવન સાથે ચાલી ગઈ લેહેર
રખડી પડ્યા અમે મધ દરિયા વચ્ચે.
નસીબ નુ ફરમાન આવશે તું રાહ જોજે થોડી
અટક્યું હશે ક્યાંક એ પણ રસ્તા વચ્ચે.
હા નહીં લખું ગઝલ તું ચિંતા ના કરતી
રહેવા દઈશ એ વાત ને જે થઈ આપણા વચ્ચે-
છુ સળગતો દીપ જો મારી ઝળહળ તું સમજે,
વાત અટકી જશે જો મારી બળતળ તું સમજે,
તું કાંઠે આવી ને બેસે તો હું નદી થવા તૈયાર છું,
શરત બસ એક જો મારી ખળખળ તું સમજે.-
કેટલીક ભુસી તો કેટલીક લખી રાખી છે,
ગઝલો કંઈક એમ કંડારી રાખી છે.
તારી યાદ આવે છે સંતાઈ ને એટલેજ તો,
દુઃખની બારી જાણી-જોઈ ને ખુલ્લી રાખી છે.
લાગતું હતુ જ કે પગલાં સંભળાશે તારા આવાના,
આતો બસ ખાલી એમજ કડી વાસી રાખી છે.
આ દુનિયા માન નથી આપતી કવિઓ ને ,
તેથી જ ખીસા માં ખખડતી બે-ચાર પાઇ રાખી છે.
આંસુ લટકાવા જોઈશે આધાર ખબર હતી,
એટલેજ ખભા પર ખીલી મારી રાખી છે.
ખબર છે એકવાર જશે તો ફરી નહીં આવે,
એટલેજ તો મેં ફરિયાદ ફડાવી રાખી છે.
નખની નિશાની થી તુ નામ લખતી કિનારા પર,
પૂછતાં નહીં કોને હજુ એ માટી ભીની રાખી છે.
-
તુ મારી હા માં હા ભરને !
છેડો બનાવી લે તુ "મારા ઘરને".
લે હાથ ખોલીને ઊભો છુ દુનિયા સામે,
શરમ છોડ તુ આવીને "બાથ ભરને".
એક નજર ઓછી પડે છે નિહારવા તને,
રોકાઈ જા વહી જવાદે આ "રાત ભરને".
વિકલ્પો ઘણા છે પણ હું શું કરું?
ભાવે છે બસ તુ આ "આંખ ભરને".
તારી હા હોય તો પછી ચિંતા શાની,
મનાવામાં મનાવી લાવીશ તારા "ગિરધર ને".
તુ મળે તો લાંબા જીવન ની કામના કેમ થાય,
એક ક્ષણ બઉ છે વિતાવવા "જીવન ભરને".
આ બધી કલ્પના છે પણ આ મન માનતુ નથી,
હુ કહી-કહી ને થાક્યો હવે તુ "વાત કર ને".-